કોરોના મહામારીમાં કેટલાય લોકો એ જીવ ગુમાવ્યા છે. તે સમયે તો મોતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો હતો, જ્યારે આવી જ કોરોના મહામારીમાં એક બાયડ તાલુકાના સુરેશભાઈ નું મોત થયું હતું.જ્યારે તમને જણાવીશું તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે આ મૃત સુરેશભાઈ ને મળવા માટે કપિરાજ જો તેમના ઘરે પહોંચી ગયા હતા. તેથી નવાઈ લાગે કે મનુષ્ય અને પ્રાણી વચ્ચે એટલો પ્રેમ. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જ્યાં મનુષ્ય અને પશુ વચ્ચે નો પ્રેમ.
સુરેશભાઈ નામના વ્યક્તિ કે જેમાં કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેઓ કેટલાય વર્ષોથી બાયડ ગામ થી ૭ કિમી દૂર આવેલા મંદિરમાં જઈને કપિરાજ ને બિસ્કીટ ખવડાવતા હતા. ત્યારબાદ કોરોના થી મૃત્યુ પામેલા સુરેશભાઈ ની ખબર કપિરાજ અને પડતા તેઓ 7 કિમી અંતર કાપી મૃતક સુરેશભાઈ ના ઘરે પહોંચી ગયા હતા. અને ખૂબ જ દુઃખી થઈ ગયા હતા આવો નજારો જોઇને તો હૃદય કંપી આવે.
વિસ્તૃતમાં વાત કરીએ તો સુરેશભાઈ બાયડ તાલુકાના વેપારી હતા. અને તેમનો કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થયું હતું. સુરેશભાઈના મૃત્યુ થતા વેપારી યુવાન પર દુખ નો માહોલ સર્જાયો હતો. સુરેશભાઈ છેલ્લા 17 વર્ષથી તેમના ગામ થી 7 કિલોમીટર દૂર આવેલા ભુખેલ હનુમાનજી મંદિરમાં દર શનિવારે જઈને ત્યાં હાજર એવા કપિરાજ અને બિસ્કીટ જમાડતા હતા. અને કામ કરતા હતા.
ત્યારે થોડા વર્ષો પહેલાં જ સુરેશભાઈના દીકરાના લગ્ન શનિવારના રોજ થયા હતા. ત્યારે તેમણે લગ્ન અને વધુ મહત્વ ન આપતા સૌથી પહેલા મંદિરે જઈને કપિરાજ અને બિસ્કીટ જમાડયા હતા. ત્યારે પછી તેઓ તેના દીકરાના લગ્નમાં ગયા અત્યારે કહી શકાય કે સુરેશભાઈ અને કપિરાજ વચ્ચે કેટલો પ્રેમ હશે.
ત્યારે સુરેશભાઈને કપિરાજ પ્રત્યે લાગણી હતી. તેથી સુરેશભાઈ અને કપિરાજ વચ્ચે પ્રેમ એટલો વધી ગયો હતો કે સુરેશભાઈ જ્યારે અંતિમ શ્વાસ લીધા કપિરાજઓ નું ટોળું સુરેશભાઈ ને મળવા માટે છેક 7 કિલોમીટરનું અંતર કાપીને તેમના ઘરે આવ્યા હતા અને ખૂબ જ દુઃખની લાગણી અનુભવતા હોય તેમ લાગી રહ્યું હતું. ત્યારે વિચાર કરો કે મનુષ્ય અને પશુ વચ્ચે પણ કેટલી પ્રેમની લાગણી હોય છે. જેનાથી આવી ઘટના બની જાય ત્યારે આવા દ્રશ્યો જોઈને તો દરેક લોકો આશ્ચર્યમાં પડી જતા હોય છે.
ત્યારે આ બધી વાત સુરેશભાઈ ના પુત્ર દ્વારા જણાવાતા તેમણે કહ્યું હતું કે વહેલી સવારે જ આ વાનરોનું ટોળું અમારા ઘરે આવીને બેસી ગયું હતું અને એટલા શાંત હતા કે તેમનું મૌન સાફ સાફ દેખાઈ રહ્યું હતું. નવાઈની વાત તો એ છે કે એણે અહીં આવેલા તમામ લોકોને હેરાન પણ નહોતા કર્યા શાંતિથી ઘરે આવીને બેસી ગયા હતા.
ત્યારે ખરેખર સુરેશભાઈ અને કપિરાજ વચ્ચેનો પ્રેમ કહેવાય કે જેઓ સાત કિલોમીટરનું અંતર કાપીને એક સુરેશભાઈના ઘરે આવ્યા તેરે કહી શકાય કે સાક્ષાત હનુમાનજી પધાર્યા હોય અને સુરેશભાઈ ની દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી જ પ્રાર્થના છે. આવી જ રીતે અનેક લોકોમાં પશુઓ પ્રત્યે નો પ્રેમ દેખાય આવે છે કે જેમના મૃત્યુ પછી તેમની લાગણી જોતાની સાથે જ લાગે કે ખરેખર પશુ પ્રત્યે નો પ્રેમ અદભુત હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment