મિત્રો તમે બધા સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાતા એવા ગોવિંદભાઈ ધોળકિયાને જરૂર ઓળખતા હશો. ગોવિંદભાઈ ધોળકિયા હંમેશા પોતાના સેવાકીય અને સમાજના કાર્યોના કારણે ચર્ચામાં રહે છે. થોડાક સમય પહેલા જ ગોવિંદભાઈ પોતાના મૂળ વતન દુધાળા ગામમાં પણ બધાને એક અનોખી દિવાળી ગિફ્ટ આપી હતી.
ગોવિંદભાઈ ધોળકિયાની આ ગિફ્ટની ચર્ચા સમગ્ર રાજ્યભરમાં ચાલી રહે છે. ત્યારે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાની 1000 કરતા પણ વધારે કર્મચારીઓને એક એવી અનોખી ભેટ આપી છે કે તેની ચર્ચા હાલમાં ચારે બાજુ ચાલી રહે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ કર્મચારીઓને જિંદગીભર કામ આવે એવી એક અનોખી દિવાળી ગિફ્ટ આપી છે.
ગોવિંદભાઈ ધોળકિયા ગિફ્ટના કારણે કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તમામ કર્મચારીઓ રાજીના રેડ થઈ ગયા છે. દિવાળીની ખુશાલી નિમિત્તે SRK એક્સપોર્ટ કંપની તરફથી 1000થી પણ વધારે કર્મચારીઓને રૂફ્ટોપ સોલાર એનર્જી ભેટમાં આપ્યા છે.
ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, એસઆરકે કંપની હંમેશા સમાજ કે પર્યાવરણની કાંઈક પરત આપવાનો પ્રયાસ કરે છે. ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના વતન દુધાળા ગામમાં 300 સોલાર પેનલ લગાવીને ગામને લાઈટ બિલ મુક્ત કર્યું હતું. 750 શહીદ સૈનિકોના ઘરમાં સોલાર રૂફ્ટોપ આપવાની પણ તેઓએ જાહેરાત કરી હતી.
મીડિયા સાથે વાતચીત કરતા ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે, એસઆરકે કંપની દ્વારા તેમના હજાર કરતાં પણ વધારે કર્મચારીઓને દિવાળી ભેટમાં સોલાર આપવાનું નક્કી કર્યું છે. તમામ કર્મચારીઓના ઘરમાં સોલાર લાગશે. જેના કારણે કર્મચારીઓને 20 થી 25 વર્ષ સુધી મફતમાં વીજળી મળશે.
સોલાર થી લોકોને ખૂબ જ લાભ થાય છે અને વાતાવરણ પણ શુદ્ધ રહે છે. એટલા માટે એસઆરકે કંપનીએ પોતાના કર્મચારીઓને સોલાર પેનલ આપવાનું નક્કી કર્યું છે. મિત્રો તમે જ કોમેન્ટ કરીને જણાવો કે ગોવિંદભાઈ ધોળકિયાના આ અનોખી દિવાળી ભેટ વિશે તમારું શું કહેવું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment