સુરત : મિત્રો સાથે તાપી નદીમાં નાહવા પડેલી 12 વર્ષના બાળકીનું પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ, જાણો સમગ્ર ઘટના

ગુરૂવારના રોજ બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં બાર વર્ષના બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર કામરેજના ધોરણપારડીમાં રહેતી 12 વર્ષની પૂજા નામની બાળકી મિત્રો સાથે નદીમાં નાહવા ગઈ હતી. આ દરમિયાન પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ચાલી ગઈ હતી.

આ કારણોસર તેને પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું હતું. મૃત્યુ પામેલી પૂજા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી હતી. તે કામરેજ તાલુકાના ધોરણ પારડી ડેરી ફળિયામાં રહેતી હતી. હાલમાં સ્કુલ માં વેકેશન ચાલી રહ્યું હતું.

તેથી પૂજા તેના મિત્રો સાથે ગુરૂવારના રોજ બપોરના સમયે ઘરેથી કહ્યા વગર તાપી નદીમાં નાહવા ગઈ હતી. નદીમાં નહાતી વખતે પૂજાનો પગ લપસી ગયો હતો અને તે નદીના ઊંડા પાણીમાં ચાલી ગઇ હતી. પૂજાને ડૂબતા જોઈને સાથે આવેલા મિત્રોએ બૂમાબૂમ કરી હતી.

આ ઘટના બનતા જ આજુબાજુના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમ અને પોલીસને કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે આવીને બાળકીના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. બાળકીના મૃતદેહને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સમગ્ર ઘટનાને લઇને કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પિતાના અવસાન બાદ પૂજા માતા સાથે એકલી રહેતી હતી. દીકરી નું મૃત્યુ થતાં માતા પડી ભાંગી હતી. આ ઘટના બનતા જ આસપાસના વિસ્તાર અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*