ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક તેવી ઘટના સામે આવી રહી છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ટ્રક ડ્રાઇવરનું શંકાસ્પદ હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ રાજકુમાર હતું અને તેની ઉંમર 25 વર્ષની હતી.
જાણવા મળી રહ્યું છે કે, રાજકુમાર ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો ત્યારે અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને પછી તે સ્ટેરીંગ પર માથું મૂકીને બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ રાજકુમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર ડોક્ટરે રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. આ વાતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બનતા જ બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી અનુસાર ઈચ્છાપુર વિસ્તારમાં આવેલી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈને આવ્યો હતો.
પરંતુ અહીં નો એન્ટ્રી હોવાના કારણે તે કંપનીના ગેટથી થોડીક દૂર પોતાનું વાહન પાર્ક કરીને બેઠો હતો. ત્યારે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. ત્યાર પછી સિક્યુરિટી ગાર્ડન રાજકુમાર ને બેભાન હાલતમાં જોયો હતો. એટલે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ વાતના સમાચાર મળતા જ રાજકુમાર ના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજકુમારનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment