સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ચોરીની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. સુરતમાં થોડાક દિવસો પહેલા એક વૃદ્ધ વ્યક્તિ ડ્રાયફુટ ચોરતા પકડાયા હતા. તમે ચોરીની ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ઘણી કીમતી વસ્તુઓની ચોરી થતી હોય છે. જેમકે સોના-ચાંદી, કીમતી વસ્તુ અથવા તો રોકડા રૂપિયાની ચોરી થતી હોય છે.
પરંતુ શું તમે કોઈ દિવસ ચંપલ ચોરી ની ઘટના સાંભળી છે. ત્યારે હાલમાં સુરતના સીંગણપોર ગામ વિસ્તારમાં આવેલા સિલ્વર સ્ટોન આરકેટ નામના બિઝનેસ હબમાં ઓફિસની બહાર પડેલા ચંપલ ચોરીનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
ચોરીના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો, બે વ્યક્તિ એક ઓફિસની બહાર આંટાફેરા મારી રહ્યાં છે. થોડીકવાર બાદ બંને વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઓફિસની બહાર પડેલા ચંપલને પોતાના પગ વડે લાત મારીને ઓફિસથી દૂર ફેંકી દે છે.
ત્યારબાદ તે વ્યક્તિ નવા ચંપલ પહેરી લે છે અને પોતાના જુના ચંપલ ત્યાં જ મૂકીને ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઓફિસની બહાર આંટાફેરા મારી રહેલા બન્ને વ્યક્તિઓ સૌપ્રથમ આજુબાજુ જોવે છે. ત્યારબાદ ઓફિસની બહાર પડેલા ચંપલ ઓફિસથી દૂર લઇ જાય છે.
જેથી ઓફિસની અંદર બેઠેલા લોકોને ખબર ન પડે કે ઓફિસની બહાર કોઈક ઊભું છે. ત્યારબાદ તે વ્યક્તિ તે ચંપલ પહેરી લે છે અને પોતાના જુના ચંપલ ત્યાં જ છોડીને ભાગી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. થોડાક દિવસો પહેલા પણ સુરતના અલથાણાના વિવેકાનંદ ગાર્ડન પાસે જીવકોર સોસાયટીમાં ડ્રાય ફ્રુટ બજાર નામના જોરમાં એક વૃદ્ધ વ્યક્તિ અને એક મહિલા ડ્રાયફુટ ચોરી કરતા પકડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment