શિયાળો શરૂ થઈ ગયો છે અને ખૂબ જ સારી એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. સુરત શહેરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આવી ઠંડીમાં આપણે બે ત્રણ ગોદડા ઓઢીને રાત્રે સુતા હોઈએ છીએ. પરંતુ અમુક એવા લોકો છે જેઓ આવી ઠંડીમાં રસ્તા ઉપર ઉઘાડા દિલે સુતા હોય છે. આવા ગરીબ લોકો માટે સુરત શહેર પોલીસે એક સેવાનું કાર્ય કર્યું છે.
સુરતમાં પોલીસની મહેકતી માનવતા સામે આવી છે. સુરત પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા અને રાત્રે ઠંડીમાં ઉઘાડા દિલે સુતા ગરીબ લોકોની મદદ માટે આગળ આવ્યા છે. સુરત પોલીસે રાત્રે ફૂટપટ પર સુતા ગરીબ અને શ્રમજીવી લોકો પાસે પહોંચી હતી અને તે લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું. મિત્રો તમને જણાવી દે કે કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે.
સુરત પોલીસની આ સેવાકીય કાર્ય ની ચર્ચાઓ હાલમાં ચારે બાજુ ચાલી રહે છે. આખા ગુજરાતમાં સુરત શહેરના પોલીસની વાહ વાહ થઈ રહી છે. જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ફૂટપાથ પર રહેતા લોકો પાસે પહોંચી છે અને તે લોકોને ધાબળાનું વિતરણ કરી રહી છે.
જેના કારણે તેમને રાત્રે ઠંડીથી રક્ષણ મળે. મળતી માહિતી અનુસાર સુરત પોલીસ દ્વારા ગોડાદરા વિસ્તારમાં ફૂટપાથ પર સુતા ગરીબ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વીડિયો જોઈને લોકો સુરત પોલીસના આ કામના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
મિત્રો તમને બધાને ખબર હશે કે દર વર્ષે શિયાળાની ઋતુમાં રોડ ઉપર સુતા ઘણા લોકો ઠંડીના કારણે મૃત્યુ પામે છે. જ્યારે દુનિયામાં કેટલાક એવા દયાળુ લોકો પણ છે. જે આ લોકોનું વિચારે છે અને શિયાળામાં ધાબળા જેવી ઓઢવાની વસ્તુઓનું ગરબી લોકોમાં વિતરણ કરે છે. જેનાથી તેઓને ઠંડીથી રક્ષણ મળી શકે.
સુરત પોલીસે ગરીબ લોકો માટે એવું સેવાનું કાર્ય કર્યું કે…આખા ગુજરાતમાં થઈ રહી છે તેમની વાહ વાહ… pic.twitter.com/W8yx0xXxgP
— GUJJU ROCKZ (@gujju_rockz) December 7, 2022
મિત્રો તમને પણ જણાવી છે કે જો તમારી આસપાસ પણ રાત્રે ઠંડીમાં કોઈ લોકો રોડ ઉપર ઉઘાડા દિલે સુતા હોય તો તમારાથી જેટલી મદદ થાય તેટલી તેને મદદ કરજો. સોશિયલ મીડિયા પર સુરત પોલીસની આ સેવાકીય કામગીરીનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment