આરોપી એક યુવકનો જીવ લઈને તેના મૃતદેહ કોથળામાં નાખ્યું, પછી આરોપીએ કંઈક એવું કર્યું કે… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…

Published on: 3:15 pm, Wed, 7 December 22

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસને રોડ પરથી એક પ્લાસ્ટિકના કોથળામાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના બની આ બાદ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ત્યારે જાણવા મળ્યું કે એક બાઈક સવાર વ્યક્તિ બાઇકની પાછળ કોથળો બાંધીને યુવકના મૃતદેહને રોડ ઉપર ઘસડતો જોવા મળ્યો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને જોતા એવું લાગી રહ્યું છે કે તેનો જીવ પહેલા લેવામાં આવ્યો હશે. તેના શરીર પર ઘણા બધા ઈજાના નિશાન છે. એટલું જ નહીં પરંતુ યુવકની ગરદન અને પેટ પણ ફાટી ગયેલું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકની ઉંમર અંદાજે 35 વર્ષની હશે.

હજુ સુધી યુવકની ઓળખ થઈ નથી પોલીસે તેની ઓળખ માટેની કામગીરી શરૂ કરી દીધી છે. આ હચમચાવી દેનારી ઘટના હમીરપુરમાં બની હતી. આજ રોજ સવારે અહીં રસ્તા ઉપરથી પ્લાસ્ટિકના કોથળામાં એક યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. યુવકના મૃતદેહ પરથી એક કપડું પણ મળી આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર યુવકના મૃતદેહને રોડ ઉપર પડેલું જોઈને કુતરાઓ તેને સૂંઘી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર યુવકના મૃતદેહને જોતા એવું લાગી રહ્યું છે કે આરોપી યુવક મૃતદેહને સંતાડવા માટે જતો હશે. પરંતુ રસ્તામાં દોરડું તૂટી જવાના કારણે તે યુવકનું મૃતદેહ ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનામાં તપાસ કરી રહ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આરોપી યુવક મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને નદીમાં નાખવા જતો હશે કારણકે આ રસ્તો નદી તરફ જાય છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી કેમેરામાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઈક પર બેઠેલો જોવા મળી રહ્યો છે અને રોડ ઉપર એક કોથળો જોવા મળી રહ્યો છે. આ યુવકે તે કોથળા સાથે દોરડું બાંધીને પોતાની બાઈકની પાછળ દોરડું બાંધ્યું છે.

પછી કોથળો રોડ ઉપર ઘસડીને કંઈક જતો જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા યુવકનો જીવ બાર વાગ્યાની આસપાસ લેવામાં આવ્યો હશે. આરોપી રાત્રે 2.30 વાગ્યાની આસપાસ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહનો નિકાલ કરવા માટે રસ્તા ઉપર નીકળ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે યુવકનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આરોપી એક યુવકનો જીવ લઈને તેના મૃતદેહ કોથળામાં નાખ્યું, પછી આરોપીએ કંઈક એવું કર્યું કે… જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ…"

Leave a comment

Your email address will not be published.


*