રાજ્ય મહાનગરપાલિકાઓ,નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય પેટા ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી અને 28 મી ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે.આ ચૂંટણીને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ સુરત પોલીસ કમિશનર રેટ વિસ્તારમાં ચૂંટણીપ્રચારના કામે યોજાતી સભા/ સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકર નો ઉપયોગ રાત્રિના 10 થી સવારના 6 કલાક સુધી કરવો નહીં.
ચૂંટણી પ્રચારના કામે વાહન ઉપર સ્ટેટેટિક અથવા માઉન્ટેડ લગાડેલ ફરતા.લાઉડ સ્પીકર નો ઉપયોગ પણ આ સમયે કરવો નહિ. સક્ષમ અધિકારીઓ એ પરવાનગી આપેલ હોય તે સિવાયના કોઈપણ સ્થળે લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવો નહીં.
કોઈપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના 48 કલાકની મુદત દરમિયાન ત્વચા પર પ્રતિબંધ હોય અને લાઉડ સ્પીકર નો ઉપયોગ કરી શકાશે નહીં. વધુમાં સરકારના વન અને પર્યાવરણ વિભાગ ના જાહેરનામા મુજબ કેટલાક.
ધાર્મિક તહેવારો/સાંસ્કૃતિક ઉજવણીના પ્રસંગોએ આપેલ છુટછાટ મુજબ આ સમય માટે જ લાઉડ સ્પીકર નો ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાનો અમલ 05/03/2021 સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામા નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment