દોસ્તો સુરત શહેર સ્વચ્છતામાં સર્વેક્ષણમાં નંબર વન આવ્યા બાદ સુરતમાં ગંદકી ખૂબ ઓછી જોવા મળી રહી છે અને સ્વચ્છતા અંગે સુરત મહાનગરપાલિકા ખૂબ જ કડક અને સખત વલણ કરી રહી છે ત્યારે શહેરમાં ચોખ્ખાઈ જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે
અને કચરો કરવાવાળા લોકો હવેથી ચેતી જજો કારણ કે પહેલીવાર સુરત મહાનગર પાલિકાએ કચરો કરનારા સામે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે. શહેરમાં વાજતે ગાજતે નીકળેલા એક વરઘોડા દરમિયાન જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને કચરો કરવાનું સામે આવતા સુરત મહાનગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને કચરો કરનારા ને 5000 રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે.મિત્રો અશ્વિનભાઈ પંડ્યા નામના વ્યક્તિને આ દંડની રીસીપ્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં પણ આવ્યું છે
કે પ્રસંગ દરમિયાન વૈશાલી રોડ ઉપર ડીજેના પ્રોગ્રામ સમય ફટાકડા ફોડીને કચરો કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકા દ્વારા બે ફાઇબર વાળી ના રોજ દંડની રીસીપ્ત તેમને આપવામાં આવી હતી જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે કચરો કરવા બદલ તેમને 5000 રૂપિયા નો દંડ ફટકારવામાં આવેલ છે.
આરોગ્ય અધિકારી આશિષ નાયક એ જણાવ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણ પછી પણ સુરતને સ્વચ્છ રાખવા માટે તમામ પ્રકારની તકેદારીઓ લેવામાં આવી રહી છે જેમાં લોકો કચરો ન કરે આ માટે દંડ ની કાર્યવાહી કરવામાં આવી છે. તેના માટે સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે જે લોકો જાહેર રસ્તા પર કચરો કરે છે તેમને ખાસ કરીને દંડ ફટકારવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment