ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતના વરાછા રોડ પરની મોહન સોસાયટીમાં આવેલા સંત આશિષ ડાયમંડના કારખાનામાં બનેલી એક ચોરીની ઘટના સામે આવી રહી છે. આ કારખાનામાં 48.86 લાખ રૂપિયાના 148 કેરેટના હીરાની ચોરી થઈ છે.
સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર મોઢા ઉપર રૂમાલ બાંધીને કારખાનામાં ઘૂસેલા ચોરે આ ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારખાનાના માલિકની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતવાર વાત કરીએ તો સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વરાછા રોડ ઉપર આવેલ સંત આશિષ ડાયમંડ કારખાનામાં બનેલી ચોરીની ઘટનાની ચર્ચા હાલમાં ચારેય બાજુ ચાલી રહી છે.
આ ચોરીની ઘટના બનતા જ તમામ હીરાના વેપારીઓમાં ઘરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર સંત આશિષ ડાયમંડના કારખાનામાં વહેલી સવારે એક યુવક મોઢા ઉપર રૂમાલ બાંધીને કારખાનાની અંદર ખુશીઓ હતો. ત્યાર પછી અન્ય કારીગરોની નજર ચૂકવી બોઈલ કરવા માટે મુકેલા હીરા સફળતાપૂર્વક લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ ચોરે 48 લાખ રૂપિયાના હીરા ચોરીને કારખાનામાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કરતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારખાનાના માલિક અને કારીગરોની પૂછપરછ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા છે.
સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીને પકડવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. ચોરીની સમગ્ર ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મોઢા પર રૂમાલ બાંધીને કારખાનામાં ઘૂસેલો ચોર ખૂબ જ આરામથી કારીગરોની નજર ચૂકવીને સફળતાપૂર્વક 48 લાખ રૂપિયાના હીરા ચોરીને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.
સુરતના હીરાના કારખાનામાં લાખોના હીરા ચોરાયા#ગુજરાતમિત્ર #surat #Diamond #theft #suratpolicehttps://t.co/6yBIafOH24 pic.twitter.com/yye1hnnxhu
— Gujaratmitra (@Gujaratmitr) February 17, 2023
પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવીને રવાના કરી દીધી છે. મળતી માહિતી અનુસાર કારખાનાના માલિક ધુલાભાઈ હીરાના સ્ટોકની ગણતરી કરી રહ્યા હતા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. પછી તેમને ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment