સુરત આવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો મોટો નિર્ણય…. જાણો વિગતવાર

ગુજરાત રાજ્યમાં કોરોના ની કેસની સંખ્યામાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદ અને સુરતમાં કોરોના પોઝિટિવ કેસ ની સંખ્યામાં સતત વધારો થવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ સુરત પધાર્યા હતા.

શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સુરત એરપોર્ટ થી ઉતરી ને કચેરી પહોંચી મેરેથોન બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કલેકટર સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને અગ્ર સચિવ ડો જયંતિ રવિ હાજર રહ્યા હતા.

શ્રી વિજયભાઈ રૂપાણી લોકોને સાંત્વના આપતા કહ્યું કે કોરોના ના ઈલાજ માટે સ્વીઝરલેન્ડ ઇન્જેક્શન મંગાવ્યા છે જે અહીં રાહત દરે વેચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતીનભાઇ પટેલ સવારે 10:30 સુરત એરપોર્ટ પર ઉતરીને ડોક્ટર ,અગ્ર સચિવ, મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરીને કોરોના વિશે ચર્ચા કરી હતી.

વિજયભાઈ રૂપાણી એ વધારે વાત કરતાં કહ્યું કે સુરતની દરેક લોકોને દરેક નિયમોનું પાલન કરવું પડશે જેથી ટૂંક સમયમાં કોરોના ની સામે સમગ્ર દેશ વિજય બને.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*