ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરત-બારડોલી નેશનલ હાઈવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 6 સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
વિગતવાર વાત કરીએ તો બારડોલીના ભમરોલી નજીક કાર અને ડમ્ફર વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ, મૃત્યુ પામેલો પરિવાર સુરતના માંડવી જિલ્લા ખાતે રહેતો હતો તેવું જાણવા મળી રહ્યું છે. પરિવાર બારડોલીના તરસાડી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો. જ્યાં રસ્તામાં કોઈ કારણસર તેમની કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર તથા ગંભીર અકસ્માતની ઘટના બની હતી.
આ અકસ્માતની ઘટનામાં ત્રણ મહિલાઓ, એક બાળકી, એક પુરુષ અને એક બાળકનું દર્દનાક મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અકસ્માતની ગંભીર હતી કે ઘટના સ્થળે હાજર લોકોના રુવાટા બેઠા થઈ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment