Post packing office accident: હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં પોસ્ટલ પાર્સલ કંપનીમાં કામ કરતા કર્મચારીનું દુઃખદ નિધન થયું છે. મળતી માહિતી અનુસાર કર્મચારી ડાકના ટેમ્પાની પાછળ ઉભો રહીને પોસ્ટ પેકિંગ(Post packing) કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ટેમ્પો પાછળની તરફ આવે છે, જેના કારણે કર્મચારી દીવાલ અને ટેમ્પાની વચ્ચે દબાઈ ગયો હતો.
જેથી કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના આજરોજ વહેલી સવારે રાજસ્થાનના કોટામાં 4 વાગ્યાની આસપાસ બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા કર્મચારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલા કર્મચારીની ઉંમર 32 વર્ષની હતી અને તેમનું નામ કુંજ બિહારી સેન હતું. તેઓ છેલ્લા સાત-આઠ મહિનાથી પોસ્ટલ પાર્સલ કંપનીમાં કામ કરતા હતા.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના ભાઈ એ જણાવ્યું કે, કુંજબિહારી 6 ભાઈઓમાં સૌથી નાના હતા. તેના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. કુંજબિહારીના મોતના કારણે આઠ મહિનાની બાળકીય પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાના દિવસે કુંજબિહારી નાઈટ ડ્યુટી પર હતો.
ત્યારે આજરોજ સવારે 4 વાગ્યાની આસપાસ પાર્સલ વાહનમાં ટપાલ ભરી રહ્યો હતો. આ દરમિયાન વાહનનો ડ્રાઇવર વાહનમાં બેઠેલો ન હતો. આ દરમિયાન કંપનીમાં પેકિંગ કરનાર એક યુવક વાહનની ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે છે. આ દરમિયાન તેને બ્રેક દબાવવાની જગ્યાએ ભૂલથી એક્સીલેટર દબાવી દીધું હતું. આ કારણોસર પાછળ કામ કરી રહેલો કુંજબિહારી વાહન અને દિવાલની વચ્ચે દબાઈ ગયો હતો.
ટેમ્પાની પાછળ ઉભા રહીને કામ કરી રહેલા કર્મચારી સાથે અચાનક જ કંઈક એવું બન્યું કે… કર્મચારીનું કરુણ મોત… જુઓ લાઈવ મોતનો વિડીયો… pic.twitter.com/pOcHbEPXIM
— GUJJU ROCKZ (@gujju_rockz) May 27, 2023
જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું મોત થઈ ગયું હતું. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. કુંજબિહારીના મોતના સમાચાર પરિવારના લોકોને મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment