ઈન્ડોનેશિયાના કેંગેરન પાર્કમાં એક ભયાનક અકસ્માત થયો છે, વોટરપાર્ક માં અડધી સ્લાઇડ બાદ લોકો 30 ફૂટ નીચે પડ્યા હતા. સાત તારીખના રોજ બનેલી આ ઘટનાનો ભયાનક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્યુબ સ્લાઇડ નો એક ભાગ તૂટી પડતો જોઈ શકાય છે, પર્યટકો કોંક્રીટના ફ્લોર પર પડતા જ ચીસો પાડતા જોવા મળે છે.
ડેઇલી સ્ટાર ના અહેવાલ મુજબ સ્લાઇડની અંદર ફસાયેલા 16 લોકોમાંથી આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણ લોકોને ફ્રેક્ચર થયા છે, તે જ સમયે વોટરપાર્ક પ્રશાસને જણાવ્યું હતું કે આ અકસ્માત એટલા માટે થયો હતો.
કારણ કે સવારી દરમિયાન જ સ્લાઇડ ક્ષતિગ્રસ્ત અને નબળી પડી ગઈ હતી. વોટરપાર્ક મેનેજમેન્ટ એ જણાવ્યું હતું કે નવ મહિના પહેલા મોટાભાગની સ્લાઈડ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઘટના પછી સુરબાયા શહેરના ડેપ્યુટી મેયરે ભવિષ્યમાં આવા અકસ્માતો ને રોકવા માટે નિરીક્ષણ કરવા માટે હાકલ કરી છે.
મેયરે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવાર અને સંભાળ રાખવામાં આવશે અને તેમણે જણાવ્યું હતું કે તમામ ઘાયલોની હાલત સારી છે. આ વીડિયોને યૂટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે, આમાં લોકો નીચે પડતા જોઈ શકાય છે. જણાવવામાં આવી રહ્યું છે અકસ્માતનું કારણ સ્લાઇડ ની બાજુમાં પડેલી તિરાડ છે.
EnVideo momentos de pánico vivieron los turistas del parque acuático Kenjeran Park Surabaya #Indonesia , cuando uno de los toboganes se desprendió y varios niños que se deslizaban en este cayeron al vacío. El #accidente dejó 15 víctimas que fueron llevadas al hospital. pic.twitter.com/WKkwsYA9aI
— El Infomativo Oficial (@ElInfomativo) May 11, 2022
સ્લાઇડના ઓવરલોડ ને કારણે સ્લાઈડ તૂટી ગઈ હતી અને બધા નીચે પડી ગયા હતા, આ સાથે વોટરપાર્કમાં મેઈન્ટેનન્સ પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નવ મહિના પહેલા અહીં મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવ્યું, ત્યારથી અત્યાર સુધી અહીંની સ્લાઇડ એક વખત પણ રીપેર કરવામાં આવી નથી, તેના કારણે આ અકસ્માત થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment