ગુજરાતમાં સતત હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિન્ડેન્ટ ઓયો હોટલમાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા.
ત્યારબાદ તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોવાની આશંકાઓ છે.
મૃત્યુ પામેલા વ્યક્તિની ઉંમર 46 વર્ષની હતી અને તેઓ અમદાવાદ ખાતે આવેલ જશોદાનગરમાં રહેતા હતા. મૃત્યુ પામેલા વ્યક્તિ સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિટેન્ડન્ટ એમ્બુલિફટ ઓપરેટર તરીકે કામ કરતા હતા. મળતી માહિતી અનુસાર તેઓ ડુમસ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં રહેતા હતા.
તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરી છે. 24 નવેમ્બરના રોજ તેમની અમદાવાદ એરપોર્ટ થી સુરત એરપોર્ટમાં બદલી થઈ હતી. ત્યારબાદ તેઓ અહીં હોટલમાં રહેતા અને સુરત એરપોર્ટ પર પોતાની નોકરી કરતા હતા.
ત્યારે ગઈકાલે સાંજના સમયે તેઓ ઓયો હોટલમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક સુરત ખાતે પહોંચી આવ્યા હતા.
તેમના મોતનો સાચો કારણ જાણવા મળ્યું નથી. પરંતુ એમનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા જ પિતાએ દીકરીની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment