હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારમાં કંઈક એવું બન્યું કે પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. કુરકુરે ખાધા બાદ 6 વર્ષની બાળકીની તબિયત અચાનક જ બગડી ગઈ હતી. તેથી પરિવારના લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં બાળકીનું મોત થયું હતું.
આ ઘટના બનતા જ બાળકીના પરિવાર અને આસપાસના લોકો મહત્તમ છવાઈ ગયું હતું. દીકરીના મૃત્યુ બાદ એક ખૂબ જ ચોકાવનારો ખુલાસો થયો હતો. જે સાંભળીને ભલભલા લોકો ધ્રુજી ઉઠ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનના પાલીમાં બની હતી.
8 નવેમ્બર ના રોજ 6 વર્ષની તનિષ્ઠાને તે વિસ્તારમાં રહેતી કન્યા દેવી નામની મહિલાએ કુરકુરે ખાવા માટે આપ્યા હતા. અન્ય એક બાળકને પણ મહિલાએ કુરકુરે ખાવા આપ્યા હતા. કુરકુરે ખાજા બાદ બંને બાળકોની તબિયત બગડી ગઈ હતી. જેથી બંનેને સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 6 વર્ષની તનિષ્ઠાનું કરોડ મોત થયું હતું.
જ્યારે તનિષ્ઠાની સાથે બીમાર પડેલો બાળક સાજો થઈ ગયો હતો. તનિષ્ઠા નામ મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. 9 નવેમ્બર ના રોજ સામાજિક રીતે રિવાજ મુજબ માસુમ તનિષ્ઠાને દફનાવવામાં આવી હતી. માત્ર છ વર્ષની દીકરીનું મૃત્યુ થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું.
મૃત્યુ પામેલી તનિષ્ઠા ના પિતા બેંગ્લોરમાં કામ કરે છે અને ઘટના બની ત્યારે તે ઘરે ન હતા. બેંગ્લોરથી આવ્યા બાદ તેમને આશંકાઓ વ્યક્ત કરી હતી કે કુરકુરેમાં કોઈ ઝેરી પદાર્થ ભેળવવામાં આવ્યો હતો, જેના કારણે તનિષ્ઠાનું મોત થયું હતું. એટલા માટે તેમને મેડિકલ બોર્ડને પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી હતી.
23 નવેમ્બરના રોજ જમીનમાં દફનાવેલું તનિષ્ઠા નું મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બાળકીનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે જાણવા મળશે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment