સુરતમાં બેકાબુ કોરોના થી બચવા જાહેરમાં લાગી રહ્યા છે આવા બેનરો.

કોરોના ના કારણે સુરતમાં સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી રહી છે. સુરતમાં કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કે કરફ્યુ નો નિર્દેશ કર્યો છે.સરકારે હજી કોઈ મહત્વનો નિર્ણય કર્યો નથી.

પરંતુ સુરતમાં કેટલાક વિસ્તારમાં જનતા લોકડાઉન ના બેનર જોવા મળ્યા છે.આ બેનરો હેલ્પ ગ્રુપ દ્વારા લગાવવામાં આવ્યા છે.બેનરો દ્વારા ઘરમાં જ જનતા લોકડાઉન થવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

જે લોકોને જાતે જ લોકડાઉન થવા અપીલ કરી છે.શહેર માં એક ઘણી વખત અલગ અલગ જગ્યાએ ભીડ એકઠી થતી હોય છે પરંતુ આ ભીડ ને રોકવામાં પાલિકા અને પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે.

તેથી હવે લોકડાઉન કે કડક કરફ્યુ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.અનેક સુરતીઓ સરકાર માં આ નિર્ણયને યોગ્ય માનતા નથી.

સુરત શહેરમાં કોરોના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે. સુરત માં આજે વધુ 819 દર્દીઓ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાં સુરતમાં 621 જ્યારે ગ્રામીણ વિસ્તાર માં 198 દર્દી સાથે ફૂલ દર્દી સંખ્યા 70283 પર પહોંચી ગઈ છે.

જયારે આજે 10 લોકોના કોરોનાથી મોત થયા છે જે મરણ આંક વધીને 1220 પર પહોંચી ગયો છે અને આજે 593 દર્દી કોરોના ને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

નોંધ: આ વેબસાઇ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*