સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, એક મહિનાના રેકોર્ડ ભાવથી આટલું નીચે આવ્યું સોનું, જાણો આજનો ભાવ.

Published on: 2:44 pm, Thu, 8 April 21

આજે સોનુ એક મહિનાના રેકોર્ડ ભાવથી નીચે આવ્યું છે આજે દિલ્હી માં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 48880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. એક દિવસના ભાવ વધારા બાદ આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.MCX પર સોનુ 0.1 ટકા એટલે કે 96 ઘટયો છે.

આ સાથે તે 46320 રૂપિયા ના લેવલે પહોંચ્યું છે.ચાંદી વાયદો 0.34 રૂપિયા એટલે કે 228 રૂપિયા ઘટ્યો છે અને 66405 રૂપિયા પ્રતિ કિલો રહ્યું છે.

ગયા સત્રમાં સોનામાં 0.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો તો ચાંદીમાં 1.1 ટકાનો વધારો આવ્યો હતો.આ સિવાય રૂપિયામાં પણ મોટો ઘટાડો આવ્યો હતો.દરેક મહાનગરમાં આજે ભાવ અલગ-અલગ રહેશે.

દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 48880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહો છે મુંબઈ માં 45350 રૂપિયા, ચેન્નઈમાં 47280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યો છે.

7 એપ્રિલ એટલે કે બુધવારે સોનાં ના ભાવમાં 587 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો આવ્યો હતો.આ પછી સોનાં નો ભાવ 10 ગ્રામ ના 45768 રૂપિયા થયો હતો.

ચાંદીમાં 682 રૂપિયાનો વધારો થયો હતો અને આ સાથે જ તે 65468 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, એક મહિનાના રેકોર્ડ ભાવથી આટલું નીચે આવ્યું સોનું, જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*