Rajasthan, Accident CCTV footage: આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ટ્રક અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત(Accident CCTV footage) સર્જાયો હતો. જેના કારણે બાઇક સવારે યુવક રોડ ઉપર પડ્યો હતો. આ ઘટનામાં બાઇક સવારે યુવકના માતાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ આ અકસ્માતની ઘટનાના એક સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે રાજસ્થાનના ઝુંઝુનુ શહેરથી 25 કિલોમીટર દૂર બની હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 33 વર્ષનો દિલીપ નામનો યુવક સાંજના ચાર વાગ્યાની આસપાસ પોતાની બાઈક લઈને ઘરે જઈ રહ્યો હતો.
પરંતુ ઘરે પહોંચે તે પહેલા તેને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર દિલીપ ની બાઇકને સામેથી આવી રહેલા ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ત્યાર પછી બાઈક સવાર દિલીપને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. હાલમાં દિલીપની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. તેના માથાના ભાગે આ ઘટનામાં ઇજા પહોંચી તેવો જાણવા મળી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રકની સ્પીડ ધીમી હતી.
બાઈક લઈને શાંતિથી ઘરે જતા વ્યક્તિ સાથે રસ્તામાં એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… વીડિયો જોઈને કાળજુ કંપી ઉઠશે… pic.twitter.com/i2pVCEZp3a
— GUJJU ROCKZ (@gujju_rockz) June 16, 2023
જો ટ્રકની સ્પીડ વધારે હોત તો દિલીપનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હોત. અકસ્માતની ઘટનામાં બાઈક નો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંને વાહનો કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment