આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને કે સાંભળીને આપણે ધ્રુજી જઈએ છીએ. હાલમાં આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. સુરતના સચિન વિસ્તારમાં વહેલી સવારે રૂમમાં સુતેલા પરિવાર પર સીલીંગ તૂટી પડી હતી. વહેલી સવારે બનેલી ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો.
બાળકીને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટી હતી, બાળકીની ઉંમર એક વર્ષની હતી અને પરિવારની એકની એક દીકરી હતી. વિગતવાર જાણીએ તો સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રામેશ્વર કોલોની માં મૂળ ઉત્તર પ્રદેશના રાહુલ યાદવ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક એક વર્ષીય પુત્રી શિવાની હતી.
રાહુલ મિલમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને એક રૂમમાં જ આખો પરિવાર રહે છે. આ ઘટના વહેલી સવારે બની હતી, ત્રણ માળના મકાનમાં બીજા માળે રૂમમાં આખો પરિવાર સૂતો હતો ત્યારે પરિવાર પર અચાનક ધડાકા સાથે સીલીંગ તૂટી પડી હતી.
એક વર્ષની માસુમ દીકરી શિવાની પર મોટું પોપડું પડતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. પરિવારની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા હતા, સીલીંગ તૂટી પડવાની ઘટનાને લઈને ધડાકા જેવો અવાજ આવ્યો હતો. જેથી આસપાસના ઘરના લોકો તો ભયના મારે નીચે પણ દોડી ગયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં શિવાનીને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પરિવારની એકની એક દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જ્યારે સુતેલા પુત્ર, માતા અને પિતાને પણ પોપડા માથે પડતા ઈજાઓ થઈ હતી. પુત્રને કમરના ભાગે ઈજા થઈ હતી હાલ તો પોલીસે પરિવારના નિવેદન લઈને પોસ્ટમોટમ હાથ ધરી છે. જ્યારે પરિવાર દીકરીના મૃતદેહને વતન લઈ જવાની તૈયારી કરી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment