મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા સ્ટંટના અવારનવાર વિડીયો જોતા હશે. ત્યારે એક સ્ટંટનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર બિહારના સમસ્તીપુરમાં જીપમાં સવાર થઈને સ્ટંટ કરતી વખતે અકસ્માતની ઘટના બની હતી.
આ ઘટનામાં જીપમાં સવાર 6 જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર જીભમાં બેસીને છ થી વધુ યુવાનો સ્ટંટ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જીભ પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે છ જેટલા યુવકો જીપની નીચે દબાઈ ગયા હતા.
નજીકમાં ઊભેલો તેમનો મિત્ર સ્ટંટનો વિડીયો ઉતારી રહ્યો હતો આ દરમિયાન આ ઘટના બની હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હવે કાર્યવાહીની વાત કરી રહી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કહ્યું કે યુવકોની ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયોમાં જોતા એવું લાગી રહ્યું છે કે યુવકો નિશાની હાલતમાં હશે. પરંતુ હજુ સુધી તેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી.
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક યુવકો જીપ પર સવાર થઈને ભોજપુરી ગીત પર સ્ટંટ કરી રહ્યા છે. આ દરમિયાન જીપ અચાનક પલટી ખાઈ ગઈ હતી. જેના પગલે જીપની નીચે છ જેટલા યુવકો નીચે દબાઈ ગયા હતા.
સ્ટંટ કરવો ભારે પડી ગયો…! સ્ટંટ કરવા જતી જીપ અચાનક પલટી ખાઈ ગઈ, 6 જેટલા યુવકો જીપની નીચે… જુઓ ઘટનાનો વિડીયો… pic.twitter.com/Ab8300yMSx
— GUJJU ROCKZ (@gujju_rockz) August 23, 2022
આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જીપની નીચે દબાઈ ગયેલા લોકોને બહાર કાઢ્યા હતા. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો આ પ્રકારના જોખમી સ્ટંટ ન કરવાની સલાહો આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment