કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓને મોટી રાહત આપવામાં આવી છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પરીક્ષા અને રજિસ્ટ્રેશન ફિ ની મુક્તિ ની કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેરાતથી આ વિદ્યાર્થીઓને ખૂબ મોટી રાહત થશે.
સીબીએસસી પરીક્ષા નિયામક સંયમ ભારદ્વાજે જણાવ્યું કે વિદ્યાર્થીઓ પર કોરોનાની અસર ને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2021-22 માટે નિર્ણય લેવાયો છે. કોરોના મહામારીમાં માતા-પિતા, વાલી કે રખેવાળ ગુમાવનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા કે કોઈ અન્ય ફી ચુકવવાની રહેશે નહીં.
તેમને કહ્યું કે ધોરણ-10 અને 12ના ઉમેદવારોની યાદી સોંપતી વખતે શાળાઓ આવા વિદ્યાર્થીઓની યાદી પૂરી પાડશે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ CBSE એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ અસેસમેન્ટ સ્કીમ ખુલ્લી મૂકી હતી.
કોરોના હજારો બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના માં હજારો બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યા છે અને આવા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે CBSE એ ફી માફી નો નિર્ણય કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment