ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાવાયરસ ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ કાબુમાં ન આવતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે અને આ ઉપરાંત ધોરણ 1 થી 8 અને 11 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યો છે.
આપને જણાવી દઇએ કે સતત બીજા વર્ષે વિધાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે.ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં તેઓએ નિર્દેશ કરતા જણાવ્યું છે.
વિદ્યાર્થીઓએ ઘરે રહીને શીખી શકે એ માટે હોમ લર્નિંગ અંતર્ગત વિવિધ માધ્યમો અને શિક્ષકો દ્વારા પણ શિક્ષણ કાર્ય તેમજ અનૌપચારીક મૂલ્યાંકન કાર્ય થયું છે. આ બાબતોને ધ્યાનમાં લઇને સર્દભ 1 અન્વયે વિદ્યાર્થીઓના પરિણામ પત્રક અંગે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રી રૂપાણી હાલની પરિસ્થિતિ જોતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા ની નવી તારીખો અંગે 15 મે એ સમીક્ષા કર્યા બાદ હવે નિર્ણય લેવાશે.
કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ ધો.1 થી 9 અને 11 ના 50 લાખ થી વધુ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.
શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા પત્ર મુજબ ધો 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક વિદ્યાર્થીના નામ સામે વર્ગ બઢતી એમ દર્શાવો. ધોરણ 3 થી 8 માં મુખ્યત્વે શિક્ષક દ્વારા થતાં.
રચનાત્મક મુલ્યાંકન આધારીત પરિણામ પત્રક તૈયાર કરવાનું છે. આ માટે હોમ લરનિંગ અંતર્ગત શિક્ષક દ્વારા થયેલ અનોપચારિક મૂલ્યાંકન તેમજ વર્ષ દરમિયાન યોજાયેલી સામાયિક કસોટી વગેરેના આધાર લઇ શકાશે.
ધોરણ 4 માં હિન્દી અને અંગ્રેજી વિષયમાં માત્ર દ્વિતીય સત્રમાં રચનાત્મક મૂલ્યાંકન 40 ગુણ અને વિદ્યાર્થીઓના સહભાગિતા ના 20 ગુણ મેળવી વિષય દીઠ 60 ગુણમાંથી ગુણાંકન કરવું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment