મિત્રો તમે બધા સુરત શહેરમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડ(Taksasila Agnikanda) વિશે જાણતા જ હશો. ત્યારે તક્ષશિલા અગ્નિકાંડ જેવી જ ઘટના દિલ્હીના(Delhi) મુખર્જી નગર(Mukherjee Nagar) વિસ્તારમાંથી સામે આવી રહી છે. અહીં સંસ્કૃતિ કોચિંગ સેન્ટરમાં(A fire broke out at a coaching center in Delhi Mukherjee Nagar) આજરોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ અચાનક જ આગ લાગી ઉઠી હતી. જેના કારણે કોચિંગ સેન્ટરમાં હાજર વિદ્યાર્થીઓ માં ભાગદોડ બચી ગઈ હતી અને ચારેય બાજુ ભયનો માહોલ સર્જાયો હતો.
ત્યાર પછી વિદ્યાર્થીઓ પોતપોતાનો જીવ બચાવવા માટે બિલ્ડીંગના ત્રીજા માળેથી વાયરની મદદ થી નીચે ઉતરતા નજરે પડ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી અથવા તો કેટલાક બાલ્કની માંથી નીચે કૂદીયા હતા. આ ઘટનાએ સુરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજા કરાવી દીધી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ અનુસાર અચાનક જ એસી માં શોર્ટ સર્કિટ થઈ અને ભયંકર આગ લાગી હતી. આ દુર્ઘટનાના કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આગ લાગવાની ઘટનાની જાણ થતા જ 11 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે મુખર્જી નગર વિસ્તારમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સાથે સિવિલ સર્વિસીઝની તૈયારીઓ કરી રહ્યા હતા. જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે આ કેન્દ્રમાં 200 થી પણ વધારે વિદ્યાર્થીઓ હાજર હતા. જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનું ફાયર એક્ઝિટ ન હતું.
જેના કારણે વિદ્યાર્થીઓને પોતાનો જીવ બચાવવા માટે બારી અને બાલ્કની માંથી નીચે કૂદવું પડ્યું હતું. દિલ્હી પોલીસના પી.આર.ઓ એ જણાવ્યું કે, આગ બિલ્ડિંગના મીટરમાં લાગી હતી. ધુમાડો ઉપરના માળે ફેલાઈ જતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. ત્યાર પછી કેટલાક વિદ્યાર્થીઓ બારીમાંથી નીચે ઉતરવાના પ્રયાસો કર્યા હતા.
#WATCH | People escape using wires as fire breaks out in a building located in Delhi’s Mukherjee Nagar; 11 fire tenders rushed to the site, rescue operation underway
(Source: Delhi Fire Department) pic.twitter.com/1AYVRojvxI
— ANI (@ANI) June 15, 2023
જેમાં ત્રણથી ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે હાલમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે વાયર પકડીને ઊંચાઈ પરથી નીચે ઉતરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment