આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બારડોલી તાલુકાના ઈસનપોર ગામની સીમા પાસે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં વિદ્યાર્થીઓથી ભરેલી એક ઇકો કાર રોડની સાઈડમાં ઉતરીને ઝાડ સાથે અથડાઈ હતી, જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે વધુ એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ આ કાર અકસ્માતની ઘટનામાં કુલ ત્રણ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જાણવા મળી રહ્યું છે કે અન્ય પાંચ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બનતા જ મૃતક વિદ્યાર્થીઓના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અચાનક જ ઇકો કાર કેવી રીતે બેકાબુ બનીને રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાય તેની હજુ પણ માહિતી સામે આવી નથી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઇકો કાર ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા ઉપરથી નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જાણવા મળી રહ્યો છે કે ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ બારડોલી તાલુકામાં આવેલી માલિબા કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ દરમિયાન રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં પારસ શાહ, જય અમરચદ શાહ અને કીર્તનકુમાર ભાવસાર નામના વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જ્યારે તનીસક પારેખ, મનસ્વી મેરુલિયા, સુમિત માધવાણી, નિધિ પટેલ અને હેતવી દિલીપભાઈ પટેલ આ નામની યુવતી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થાય છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment