હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં એક શાળાના વિદ્યાર્થીએ શાળાના પ્રિન્સિપલ પર ગોળી ચલાવી છે. વિદ્યાર્થીએ પ્રિન્સિપલ પર ત્રણ વખત ગોળી ચલાવી છે. ચોથી ગોળી ચલાવે તે પહેલા ગોળી ચાલવાનો અવાજ સાંભળીને અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં પહોંચી આવ્યા હતા. આ ઘટનામાં શાળાના પ્રિન્સિપલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પ્રિન્સિપલને તાત્કાલિક સારવાર માટે લખનઉ લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના સીતાપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ પ્રિન્સિપલ એ વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. આ વાતને લઈને વિદ્યાર્થી ખૂબ જ ગુસ્સામાં આવી ગયો. બીજા દિવસે એટલે કે શનિવારના રોજ સવારે 8:30 વાગ્યાની આસપાસ પ્રિન્સિપલ રામ સ્વરૂપ વર્મા પોતાની ઓફિસમાં હતા. ત્યારે ગુરવિંદર સિંહ નામનો વિદ્યાર્થી ત્યાં આવી પહોંચે છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ગુરવિંદર પ્રિન્સિપલ ની ઓફિસમાં પહોંચીને સૌપ્રથમ તેમને નમસ્કાર કરે છે. ત્યારબાદ તે પોતાની પાસે રહેલો તમંચો બહાર કાઢે છે. આ જોઈને શાળાના પ્રિન્સિપાલ ખૂબ જ ડરી ગયા તેઓ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. ત્યારે ગુરવિંદર પ્રિન્સિપલ રામ સ્વરૂપો વર્મા પર ગોળી ચલાવે છે. આ ઘટનામાં પ્રિન્સિપલના કમરના ભાગે ત્રણ ગોળી વાગી હતી.
તેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ શાળામાં હાજર અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘટના સ્થળે પહોંચી આવે છે. જેના કારણે આરોપી ગુરવિંદર ઘટના સ્થળેથી ભાગી જાય છે. ત્યારબાદ ઈજાગ્રસ્ત થયેલા પ્રિન્સિપલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
વિદ્યાર્થીએ શાળાના પ્રિન્સિપલને નમસ્તે કરીને, પ્રિન્સિપલ ઉપર ગોળી ચલાવી, જાણો વિદ્યાર્થીએ શા માટે આવું કર્યું…જુઓ ઘટનાનો વિડીયો pic.twitter.com/d72wZ7JTIx
— GUJJU ROCKZ (@gujju_rockz) September 25, 2022
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ હાલમાં આરોપીની શોધખોળ કરી રહી છે. આરોપી યુવકના પિતા એક ખેડૂત છે અને આરોપી યુવક તેમના પિતાનો એકનો એક દીકરો છે. સમગ્ર ઘટનાને લઈને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, શુક્રવારે સ્કૂલમાં પ્રેક્ટીકલ ફાઈલ ચેક કરવામાં આવી હતી.
આ દરમિયાન આરોપી ગુરવિંદર ઇન્ટર્નલ અન્ય વિદ્યાર્થી રોહિત સાથે માથાકૂટ કરી રહ્યો હતો. બંને વચ્ચે ઝઘડો ખૂબ જ ઉગ્ર થઈ ગયો હતો. આ ઘટનામાં ગુસ્સામાં ભરાયેલા ગુરવિંદરે શાળાની ખુરશી પણ તોડી નાખી હતી. જેના કારણે તેને પ્રિન્સિપલ ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં પ્રિન્સિપાલે તેને ઠપકો આપ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિન્સિપલે ગુરવિંદરને એક થપ્પડ લગાવી હતી.
ત્યારબાદ તે ઓફિસની બહાર આવે છે અને ત્યાં ઉભેલા શિક્ષક સ્ટાફને કહે છે કે, હું કાલે પ્રિન્સિપલ ઉપર ગોળી ચલાવીશ. બસ ગુસ્સામાં ભરાયેલા ગુરવિંદરે બીજા દિવસે પ્રિન્સિપલ ઉપર ગોળી ચલાવી હતી. આરોપી ગુરવિંદરની ઉંમર માત્ર 19 વર્ષની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment