પ્રેમમાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ લીધું : ધોરણ-12ની વિદ્યાર્થીની વિડીયો કોલ પર બોયફ્રેન્ડ સાથે વાત કરતા-કરતા ગળાફાંસો ખાઈ લીધો – જાણો સમગ્ર ઘટના

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીની તેની રૂમમેટને કહ્યું હતું કે, બજાર જઈ રહી છે તો ચિકન લેતી આવજે, હું ડુંગળી સમારીને રાખું છું.

પછી થોડીવાર પછી એક વિડીયો કોલ આવે છે… અને કોલ દરમિયાન તે ફાંસીએ લટકી જાય છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોનું કહેવું છે કે, જ્યોતિ તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી. આ દરમિયાન તેને વાત કરતા કરતા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના બિહારના ભાગલપુરમાં બની હતી. સોમવારે ભાગલપુરની છોટી ખજૂરપૂરની એક લોજમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકું આપી દીધું હતું. એ ભાગલપુરમાં રહીને અભ્યાસ કરી રહી હતી. મૃત્યુ પામેલી યુવતી નું નામ જ્યોતિ હતી અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જ્યોતિ ડોક્ટર બનવા માગતી હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, લોજમાં તેની સાથે રૂમ શેર કરનારી છોકરી સોમવારના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ માર્કેટ એ જઈ રહી હતી. આ દરમિયાન જ્યોતિએ તેને કહ્યું હતું કે, તું બજાર જઈ રહી છો, તો ચિકન લઇ આવજે, હું ડુંગળી સમારી રાખું છું. તેની રૂમ પાર્ટનર 5:00 વાગ્યાની આસપાસ પરત આવે છે ત્યારે રૂમનો દરવાજો બંધ હોય છે.

તે દરવાજો ઘણો ખખડાવે છે પરંતુ અંદરથી કોઈ પણ જવાબ આપતું નથી. ત્યારબાદ રૂમ પાર્ટનર બારીમાંથી જોવે છે ત્યારે રૂમમાં જ્યોતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ થતા અન્ય લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે રૂમમાં મળેલા તમામ પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યોતિના પિતા નું કહેવું છે કે, ઘટનાના દિવસે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ તેને પોતાની માતા સાથે વાત કરી હતી. માતાએ જ્યોતિ ને પૂછ્યું હતું કે, તે ખાવાનું ખાધું, તો તેણે જવાબ આપ્યો કે સાંજે ખાઈ લીધું છે.

આ દરમિયાન જ્યોતિએ પોતાની માટેની કોઈપણ પ્રકારની વાત કરી ન હતી. તેને ખૂબ જ સામાન્ય રીતે પોતાની માતા સાથે વાત કરી હતી. પરિવારના લોકોનું કહેવું છે કે જ્યારે જ્યોતિએ આ પગલું ભર્યું ત્યારે તે પોતાના પ્રેમી સાથે વિડીયો કોલ માં વાત કરતી હતી. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*