રાજકોટમાં ધોરણ-10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાએ ચારે બાજુ વપરાતા મચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર શાપર-વેરાવળમાં રહેતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર રાજકોટના શાપરમાં રહેતી 18 વર્ષની વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
ઘટના બન્યા બાદ તેની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ તમામ લોકો ચોંકી ગયા છે. તમામ લોકો વિચારી રહ્યા છે કે વિદ્યાર્થીનીએ આ પગલું શા માટે ભર્યું હશે. મૃત્યુ પામેલી વિદ્યાર્થીની માતા-પિતાની એકની એક દીકરી હતી.
સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી દીકરીના પરિવારજનોએ જણાવ્યું કે, અમારી દીકરી ધોરણ-10 ની એક્સ્ટર્નલ તરીકે ધ્રોલ કેન્દ્રમાં પરીક્ષા આપવાની હતી. વિદ્યાર્થીની અગાઉ વિજ્ઞાન અને ગણિતના વિષયમાં નપાસ થઇ હતી. હવે વિદ્યાર્થિનીનું ફરીથી ગણિતનું પેપર આવી રહ્યું હતું.
બીજી વખત નાપાસ થવાના ભયના કારણે વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યું હશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસને આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ પણ મળ્યું નથી. સમગ્ર ઘટનાને લઇને દીકરી ના પિતાનું કહેવું છે કે, પરીક્ષાના બાબતે અમે કોઈપણ દિવસ દીકરીને ટેન્શન આપ્યું નથી.
આ ઉપરાંત તેના પિતા એક અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે, માવતરને જાણ કરો મનની વાત મનમાં ન રાખો. સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં માતમ છવાઇ ગયો છે. કોઈપણ દિવસ કોઈ પણ વાત આપણે આપણા માતા-પિતા થી છુપાવી ન જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment