રાજ્યમાં કોરોના ધીમે ધીમે ફરી એકવાર માથું ઉંચક્યું છે અને જેના કારણે જ રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે. થોડાક દિવસોથી કોરોના કેસનો સતત રાફડો ફાટી રહ્યો છે જેને લઇને રાજ્ય સરકારે કોરોના ની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવા ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી રહી છે.
મુખ્ય સચિવની અધ્યક્ષતા માં બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોના ને કાબુમાં લેવા શું કરવું તે અંગે અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે.સુરતના પ્રભારીમંત્રી કનુ દેસાઈએ લોકડાઉન ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું કે અત્યારે લોકડાઉન નહિ લગાવવામાં આવે.
સુરતમાં જે તૈયારી કરાય છે તેની સમીક્ષા કરવામાં આવી છે. હાલમાં તો બધા ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે અને હોસ્પિટલોમાં દવા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આંશિક લોકડાઉન ને લઈને સરકારનો કોઇ વિચાર નથી.
મહાનગરોમાં રાત્રી કરફ્યુ ની અવધિ વધારી શકાય છે. રાત્રિ કરફ્યુ મહાનગરોમાં રાત્રીના અગિયાર વાગ્યાથી બદલે એક કલાક વહેલા શરૂ કરી શકે છે.
તમામ સાર્વજનિક સ્થળો પર કડક નિયંત્રણો લાગુ થઈ શકે છે.આવનારા તહેવાર પર પણ લાગી શકે છે. સામાજિક મેળાવડા પર પ્રતિબંધ લાગી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment