મહામારી ના સમયમાં ગુજરાત સરકારની કામગીરી અંગે સુઓમોટો મામલે 56 પેજ નું રાજ્ય સરકારે સોગંદનામુ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કર્યો છે. હાઇકોર્ટમાં સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે પણ સોગંદનામું રજૂ કર્યું છે.
જેમાં સરકારે જણાવ્યું કે, RTPCR ના નવા મશીન માં વધારો કર્યો છે. નવ યુનિવર્સિટીમાં RTPCR ટેસ્ટ શરૂ કર્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને સરકારને એક દિવસના 16115 ઇન્જેક્શન કેન્દ્ર સરકાર આપશે.
સોગંદનામા અમદાવાદને એપ્રિલમાં 183257 ઇન્જેક્શન આપયાનો ઉલ્લેખ કર્યો છે અને હાલ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની પણ વાત કરાય છે. ગુજરાત હાઇકોર્ટમાં અરજી નો મામલો કેન્દ્ર સરકારે વધુ એક સોગંદનામું જાહેર કર્યું છે.
સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું કે ઓક્સિજન ની અછત ન પડે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઇન્જેક્શન સાથે અન્ય સુવિધાઓની પણ કામગીરી ચાલુ છે. નૌકાદળને ડોક્ટર ટીમના સભ્યોની પણ મદદ લેવાઈ રહી છે.
કેન્દ્રે જણાવ્યું કે બે નાઇટ્રોજન ટેન્કને ઓક્સિજન માટે ઉપયોગમાં લીધા છે. મૈત્રીપૂર્ણ દેશોની પણ મદદ લેવાઈ રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment