સુરત ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રાખવા અંગે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે.

Published on: 9:59 am, Tue, 11 May 21

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ટ્રેડ રીલેટેડ કામગીરીને લઇને ચેમ્બર ઓફ કોમર્સ રજૂઆત કરતા જિલ્લા કલેક્ટરે બે દિવસની મંજૂરી આપવાનો હુકમ કર્યાના ગણતરીના જ કલાકોમાં ફરી આપેલી મંજૂરી રદ્દ કર્યા ના હુકમ કરતાં વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો. માં મારી ના કારણે હાલ ટેક્સટાઇલ માર્કેટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે અને તેમાં બેંકો ખુલ્લી છે.

આથી વેપારીઓને ટ્રેડ રિલેટેડ એટલે કે બેંક ને લગતી કામગીરી કરવી હોય તો પણ થઈ શકતી ન હોવાથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જિલ્લા કલેકટરને ટેક્સ્ટાઇલ માર્કેટ ની ટ્રેડ રિલેટેડ બાબતોના કામકાજ માટે બે દિવસની પરમિશન આપવા માંગ કરી હતી.

આ માંગણીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા કલેક્ટરે ગૃહવિભાગના હુકમને ટાંકીને 10 અને 11 મે ના રોજ સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી પરમિશન આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમ કર્યાના ગણતરીના કલાકોમાં જિલ્લા કલેક્ટરે ફરીથી બીજો હુકમ કરી આ પરમિશન રદ કરી દેવાનો હુકમ કર્યો હતો.

આ પરમિશન શા માટે રદ કરાય તે માટે વહીવટી તંત્રે કારણોસર રદ કરવામાં આવી હોવાનું નોંધ્યું હતું.આ હુકમને પગલે ખુશ થઈ ગયેલા વેપારીઓમાં ફરી નિરાશનું મોજુ ફરી વળ્યું હતું.

વેપારીઓની સંસ્થા ફોસ્ટા ને ખબર પણ નહીં પડે અને ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે જિલ્લા કલેકટર તરફથી પરવાનગી આપવામાં આવી.

એવું તો કેવી રીતે બની શકે એ મુદ્દો વેપારીઓમાં ચર્ચાને સ્થાને છે. પ્રશાસન વેપારીઓની સંસ્થા સિવાય અન્ય કોઈ ની રજૂઆત કેવી રીતે ધ્યાને લઇ શકે એવો મુદ્દો ઉઠ્યો હતો.

કલેકટર તરફથી પરવાનગી આપવામાં આવી તેની સામે કોઈનો વાંધો વિરોધ નહોતો. પરંતુ ચેમ્બર ઓફ કોમર્સ કેમ આમાં દરમિયાનગીરી કરી એવો મુદ્દો સતત વેપારીઓમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ટેક્સટાઇલ માર્કેટ ચાલુ રાખવા અંગે આવ્યા અત્યંત મહત્વના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*