મિત્રો આજે આપણે ગોપાલ નમકીન વિશે વાત કરવાના છીએ. ગોપાલ નમકીન ઘરે ઘરે જાણીતું છે. ગોપાલ નમકીન તેની સફળતાને લઈને ફરી એક વાર ચર્ચામાં આવ્યું છે. મિત્રો ગોપાલ નમકીનના માલિકનું નામ 1000 કરોડથી પણ વધુ સંપત્તિ ધરાવનાર અમીર લોકોની યાદીમાં આવી ગયું છે. આજે ગોપાલ નમકીન ગુજરાતની એક મોટી બ્રાન્ડ બની ગઈ છે. તો ચાલો આજે આપણે જાણીએ કે ગોપાલ નમકીન કંપનીના માલિક કોણ છે અને કેવી રીતે તેમને આ કંપની અહીંયા સુધી પહોંચાડી.
આજે અમે તમને ગોપાલ નમકીનના વિઝનરી માલિક બીપીનભાઈ હદવાણીની સક્સેસ સ્ટોરી જણાવશો. મિત્રો બીપીનભાઈનું મૂળ વતન જામકંડોરણાનું ભાદરા ગામ છે. તેમને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ પણ ત્યાં જ પ્રાપ્ત કર્યો છે. બીપીનભાઈના પિતા વિઠ્ઠલભાઈ ગામમાં એક નાનકડી દુકાનમાં ફરસાણ બનાવીને ગામમાં વેચતા હતા. આ તેમનો જૂનો વ્યવસાય હતો. બધા ભાઈઓને આ વ્યવસાય વારસામાં મળ્યો હતો.
બધા ભાઈઓ ફરસાણ બનાવવામાં અનોખા કારીગર હતા. બીપીનભાઈ બારમા ધોરણમાં ત્રણ વિષયમાં નાપાસ થયા હતા અને પછી તેઓ આગળ ભણ્યા ન હતા. 1990 માં બીપીનભાઇ એકલા રાજકોટ આવ્યા હતા. અહીં બીપીનભાઈ પોતાના કોઈના દીકરા જોડે પાર્ટનરશીપમાં ‘ગોકુલ’ બ્રાન્ડ નામથી ફરસાણ નું કામ શરૂ કર્યું. ત્યારબાદ 1994 માં બીપીનભાઈએ ‘ગોપાલ’ બ્રાન્ડ નેમથી એક અલગ બ્રિજનેસ શરૂ કર્યો.
તેમને બિઝનેસ તો શરૂ કરી દીધો પરંતુ તેમાં રોકાણ કરવા માટે તેમની પાસે પૈસા ન હતા. તેથી તેમને ઉધારમાં લોટ, તેલ અને મસાલાઓ લઈને આવ્યા. ત્યારબાદ તેમણે જાતે જ બનાવવાનું શરૂ કર્યું અને પોતાની બનાવેલી વસ્તુનું પેકેજીંગ કર્યું અને ત્યારબાદ ફેરવ્યાઓને વેચવા માટે આપી દીધું. તેમાંથી જે પૈસા મળે તેમાંથી ફરી પાછું બનાવવાનું અને એક સાઇકલ ચાલતી થઈ ગઈ. ચાર વર્ષ સુધી તેમનો બિઝનેસ ચાલ્યો.
ત્યારબાદ તેમને હરીપર પાળાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ફેક્ટરી સ્થાપિત. ઓકેટ્રાયના ખર્ચાને લીધે ઘણો બધો ખર્ચો વધી ગયો હતો. આ ઉપરાંત જે એરિયામાં ફેક્ટરી સ્થાપી તે એરિયો ડેવલોપ ન થતા તેમને તે ફેક્ટરી વેચી દીધી અને ફરીથી સિટીમાં આવી ગયા. સિટીમાં તેમને સાત વર્ષ પોતાનું કામ ચલાવ્યું. ધીરે ધીરે તેમનો ધંધો વિકસતો ગયો. કંપની સતત વિકાસ કરતી ગઈ તેનું મુખ્ય કારણ, મેન્યુફેક્ચરિંગ મશીનરી ખરીદવાની બદલે જાતે જ R & D કરીને બનાવ્યું. આ મશીનરી જાતે બનાવવાનો ફાયદો એકે તે બજારની સરખામણીમાં 80 થી 90 ટકા જેટલી સસ્તી પડે.
તેમના પિતાજીએ તેમને એક વાત શીખવાડી હતી કે આપણે જે ઘરે ખાઈએ તે જ ગ્રાહકને ખવડાવવાનું. એટલા માટે તેમને પોતાના પ્રોડક્ટની ક્વૉલિટી જાળવી રાખી. ધીમે ધીમે તેમનો ધંધો ચાલતો ગયો. 2010માં તેમને મેટોડા ફેક્ટરી લીધી. ત્યાં બાંધકામ ઓલરેડી થઈ ગયેલું હતું તેથી તેમને ઘણો બધો ફાયદો થયો અને તેમનું પ્રોડક્શન તરત જ શરૂ થઈ ગયું. ત્યારબાદ તો તેમની પ્રગતિ રેકોર્ડની ગતિએ આગળ વધતી ગઈ.
2017 થી 2012 સુધીમાં અઢી કરોડથી તેમની કંપની અઢીસો કરોડ સુધી પહોંચી ગઈ. દર વર્ષે તેમની કંપનીમાં 250 કરોડનો ગ્રોથ થતો રહ્યો. તેમ કરીને આજે તેમની કંપની 1200 કરોડ સુધી પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજે ગોપાલ એક બ્રાન્ડ તરીકે જાણીતી કંપની છે. ગુજરાત ઉપરાંત દેશના અને આઠ રાજ્યોમાં પણ તેમની કંપની ધીમે ધીમે જાણીતી થતી જાય છે. આજે તેમની આ બ્રાન્ડની વેલ્યુ ₹3,000 કરોડથી પણ વધારે છે. બીપીનભાઈના પત્ની દક્ષાબેનનું નામ ગુજરાતની સૌથી ધનિક મહિલાઓમાં ત્રીજા ક્રમે આવે છે. છેલ્લા બે વર્ષથી બીપીનભાઈ નો પુત્ર રાજ પણ કંપનીની જવાબદારી નિભાવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment