ભાજપ સરકારે સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસટી બસ, ભાડું ચૂકવવાનું હજુ પણ બાકી, જાણો વિગતે.

ગુજરાત ની ભાજપ સરકારે સરકારી અલગ અલગ કાર્યક્રમો માટે એસટી બસોનો ઉપયોગ કર્યો છે પરંતુ નિગમને ચૂકવવા પાત્ર થતું ભાડું હજી સુધી ચુકવવામાં આવ્યુ નથી. છેલ્લા બે વર્ષ એટલે કે 2019 અને 2020 દરમિયાન રાજ્ય સરકારે ભાડે લીધેલી.

એસટી નિગમની બસોના ભાડા પેટે 9 કરોડ 70 લાખ રૂપિયા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી.દાહોદ ના ધારાસભ્ય વજેસિંગ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.

કે 31 ડીસેમ્બર 2020 ની સ્થિતિ મુજબ એટલે કે છેલ્લા બે વર્ષ દરમિયાન સરકાર દ્વારા સરકારી કાર્યક્રમો માટે ભાડે લીધેલી એસ.ટી.બસોના ભાડાની રકમ કેટલી બાકી છે.

ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુ લેખિત ઉત્તરમાં સ્પષ્ટતા કરી કે વર્ષ 2019 માં રાજ્ય સરકારે ભાડા પેટે ચુકવવાની થતી રકમ 19,69,629 પૈકી 12 લાખ 65 હજારની રકમ ચૂકવાય છે જ્યારે બાકીની રકમ બાકી છે.

બીજી તરફ વર્ષ-૨૦૨૦ દરમિયાન સરકારી કાર્યક્રમો અંતર્ગત એસટી નિગમની બસો દોડાવવામાં આવી હતી જે અંતર્ગત 11 કરોડ 70 લાખથી વધુની રકમ ભાડા પેટે ચૂકવવાની થાય છે.

જે પૈકી 2 કરોડ 14 લાખ ની રકમ ચૂકવાઇ છે અને બાકીની રકમ બાકી છે. આર.સી.ફળદુ એ 9 કરોડ 63 લાખ થી વધુની રકમ નહીં ચૂકવાઇ હોવાનો સ્વીકાર કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો માટે નિગમની બસો દોડાવવામાં આવે છે ત્યારે સરકારે પોતાના જ નિગમને છેલ્લા બે વર્ષના 9 કરોડ થી પણ વધારે ભાડું હજી સુધી ચૂકવ્યું નથી જેના કારણે એસ.ટી.નિગમ ઉપર આર્થિક બોજ આવી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*