નવો નિયમ : બાળકોને બાઈક પર બેસાડતા પહેલા વાંચી લેજો આ અહેવાલ, આ નિયમ નું ઉલ્લધન કરશો તો થશે…

Published on: 4:44 pm, Thu, 1 April 21

હાલના સમયમાં બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે ત્યારે પોલીસ પણ ઓનલાઈન ચલણ કાપી રહી છે. આજના સમયમાં આ જરૂરી છે કે રસ્તા પર પોલીસ તમને રોકશે ત્યારે ચલણ કાપશે પરંતુ જેની સાથે સાથે રસ્તા પર કેમેરા પણ લગાવી દીધા છે.

આવામાં જો તમે નિયમ તોડ્યો તો ચલણ સીધું તમારા ઘરે પહોંચી જશે.જો તમે પણ બાઈક પર બાળકોને બેસાડો છો તો આ નિયમ તમારા માટે પણ છે.

નવા મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ચાર વર્ષથી ઉપર નું બાળક બાઈક પર બેસે છે.તો ત્રણ સવારી માં ગણાશે, એટલે કે બે લોકો અને ચાર વર્ષ કરતાં મોટું બાળક બાઈક પર બેસે છે તો તેને ત્રણ સવારી ગણવામાં આવશે.

જો તમે સિંગલ છો અને બાળકને બાઈક પર બેસાડીને લઈ જાઓ છો તો તેને હેલ્મેટ પહેરવું જરૂરી છે. આ નિયમોનું પાલન ન કરવા પર સેકસન 194A હેઠળ 1000 રૂપિયાનો દંડ આપવો પડશે.

જો તમે ક્યારેય બાઈક કે સ્કૂટી પર નીકળશો અને તમે બે લોકો છો સાથે ચાર વર્ષ કરતાં વધારે ની ઉંમરનું બાળક છે તો તમારું ચલણ અપાવી શકે છે.

આપણે જોઈએ છીએ કે રસ્તાની સાઇડમાં વાહન રોકીને મોબાઈલ પર વાત કરવા લાગીએ છીએ પરંતુ તમારે તે પણ જોવું જરૂરી છે.

કે તમે તો સાઈલેન્ટ ઝોનમાં તો નથી ને. કારણકે સાઈલેન્ટ ઝોનમાં ગાડી રોકીને મોબાઇલ પર વાત કરવા પણ તમને હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવો નિયમ : બાળકોને બાઈક પર બેસાડતા પહેલા વાંચી લેજો આ અહેવાલ, આ નિયમ નું ઉલ્લધન કરશો તો થશે…"

Leave a comment

Your email address will not be published.


*