ગાંધીનગરમાં સચિવાલય પોઇન્ટ પર ફરજ બજાવતા SRPના જવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગર સચિવાલય ખાતે પોઇન્ટ પર ફરજ બજાવતા SRP ગ્રુપ ત્રણના જવાને ગઈકાલે સેક્ટર 27 ખાતે પોતાની બેરેક નીચે પોતાની રાઇફલ વડે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર કયા કારણોસર SRPનાં ભગવાને પોતાનું જીવન ટુંકાવ્યું તે પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને લઇને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામેલા SRPનો જવાન મૂળ પાટણ ખાતે રહેતા હતા. તેમનું નામ ધનજીભાઈ પરમાર હતું. તેઓની ઉંમર લગભગ 40 થી 45 વર્ષ વચ્ચેની હતી. તેઓ સેક્ટર 27 એસપી કચેરી ખાતે આવેલા બેરેકમાં રહેતા હતા. તેઓ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી ગાંધીનગર સચિવાલય ખાતે ફરજ બજાવતા હતા.

મળતી માહિતી અનુસાર ગઈકાલે બપોરના સમયે ધનજીભાઈ બેરેક ખાતે પોતાની રાઈફલ વડે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. રાયફલનો અવાજ સાંભળીને આસપાસના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જવાનોએ આવીને જોયું ત્યારે તેઓને ધનજીભાઈ નો મૃતદેહ મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સેક્ટર 21ની પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

તેઓ સમગ્ર ઘટનાને લઇને કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાર બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવે તેવી ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. કયા કારણોસર ધનજીભાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હાલમાં પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*