ક્રિકેટ એ મોટાભાગના લોકોની ફેવરીટ ગેમ છે. સામાન્ય શો કરતા લોકો ક્રિકેટ જોવાનું વધારે પસંદ કરે છે. આપણે જાણીએ છીએ કે દર વર્ષે યોજાતી ક્રિકેટની અલગ-અલગ ગેમ્સ ખૂબ જ લોકપ્રિય બને છે.આજે આપણે આવા જ એક દિગ્ગજ ખેલાડીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાના અલગ અંદાજથી ક્રિકેટમાં પોતાનું નામ બનાવ્યું હતું.
ઘણા સ્ટાર ખેલાડીઓએ પોતાના જબરદસ્ત પર્ફોમન્સના કારણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે અને પોતાના સારા એવા રેકોર્ડ પણ નોંધાવી ચૂક્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા ખેલાડી વિષે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓએ પોતાની જાદુઈ કળાથી લોકોના દિલ જીતી લીધા હતા. તમે બધા ક્રિકેટર હરભજન સિંહને જાણતા જ હશો. પરંતુ શું તમે તેઓનું ક્રિકેટ છોડવા પાછળનું કારણ છો?
દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તે ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાઈ. હાલ જયારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટેની મોટી સ્પર્ધાઓ યોજાઇ રહી છે ત્યારે દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિન એ પણ ક્રિકેટ ટીમમાં વાપસી કરી છે. રવિચંદ્રન અશ્વિન સમગ્ર વિશ્વભરમાં પોતાની અનોખી બોલિંગ માટે જાણીતો છે. આ ઉપરાંત તેની પાસે બેટિંગની કળા પણ છે. રવિચંદ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન પોતાના ઓલરાઉન્ડર પર્ફોમન્સ ના કારણે ખૂબ જ લોકપ્રિય થયા છે.
ત્યારે વાત કરીયે ભારતના જાદુઈ ઓફ સ્પિનર કહેવાતા હરભજન સિંહની તો કોઈક કારણોસર તેમને ટીમમાંથી પદાર્પણ કરવા કરવું પડ્યું હતું. ત્યારબાદ ટીમમાં તેની વાપસી શક્ય બની ન હતી. અને આ જ કારણોસર તેમણે નિવૃત્તિ લેવી પડી હતી. આવો વાત કરીયે કે હરભજન સિંહની નિવૃત્તિ પાછળના કારણ વિશે કે શા માટે તેઓને પોતાનું કરીઅર છોડવું પડ્યું હતું…
તમે જાણતા જ હશો કે સ્પિનર હરભજન સિંહ ભારતના ત્રણેય ફોર્મેટમાં કાયમી સ્થાન ધરાવતા હતા. પરંતુ અશ્વિન આવવાના કારણે તેને ટીમમાંથી બહાર નો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરભજન સિંહ ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારા ભારતના પ્રથમ બોલર બન્યા હતા. ક્રિકેટમાં તેમનું સારું એવું નામ હતું. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ, અશ્વિનને આ તક આપવાનું શરૂ કરાયું હતું. જેથી ધીમે ધીમેં હરભજન સિંહની અવગણના થવા લાગી હતી.
કહેવાય છે કે હરભજન સિંહ ૪૧ વર્ષના હતા ત્યારે તેના બોલમાં પહેલા જેવો જાદુ દેખાઈ રહ્યો ન હતો. તેની ઉંમરની અસર ગેમ પર પડી રહી હતી. આ ઉપરાંત અશ્વિનના ટીમમાં આવવાથી તેમની લોકચાહના પણ ઘટી રહી હતી. આ કારણસર તેમને ક્રિકેટમાંથી બહાર કર્યા હોવાનું માની શકાય છે. અને ત્યારબાદ તેઓએ પોતાની નિવૃત્તિ જાહેર કરી હતી. અને તે માટે તેઓએ પોતાનું કરીઅર પણ ગુમાવવું પડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment