દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા છ દિવસની મુલાકાત માટે અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી હિંમતનગર થી પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી અને આજ અનુક્રમમાં મને સિસોદિયાએ મહેસાણામાં બસ હવે પરિવર્તન જોઈએ છે તે યાત્રાનો ભાગ લીધો હતો અને ત્યાં તેઓએ બહુચરાજી મંદિરમાં માતાજી
બહુચર માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ એક બેચરાજીમાં જનસભા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.મનીષ સિસોદિયા એ કહ્યું આજે દિલ્હીનું મોડલ જુઓ દિલ્હીમાં શું થઈ રહ્યું છે અને જ્યારે સરકારમાં આવ્યા વર્ષ 2015 માં ત્યારે 30000 કરોડનું બજેટ હતું અને ઈમાનદારીથી સરકાર ચલાવી અને કેજરી વાલે ભરપૂર મફતની રેવડી વેચી.
મહિલાઓ માટે બાળકો માટે શાળા માટે હોસ્પિટલ માટે સરકારનું બજેટ ટેક્સમાં વધારા કર્યા વિના 75,000 કરોડ રૂપિયાનું થઈ ગયું. જ્યારે તમે જનતા પર ખર્ચ કરો છો ત્યારે જનતા ટેક્સ ભરે છે.જ્યારે તમે જનતા પાસેથી ટેક્સ લઈને સ્વિસ બેંકમાં લઈ જાવ છો અને વધેલા પોતાના મિત્રોને આપો છો. તે પૈસા ટેક્સમાં આવતા નથી તે લોકો માટે પણ આવતા નથી. જનતા પર પૈસા કેજરીવાલની રાજનીતિ છે ને મિત્રો પર પૈસા વેડફો એ ભાજપની રાજનીતિ છે. 27 વર્ષથી તમે આ રાજનીતિને વેથી છે કેમકે તમારી પાસે કોઈ વિકલ્પ ન હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment