દેશમાં કેસનો વિસ્ફોટ થયો છે અને સતત ચોથા દિવસે 4 લાખ થી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે તેમના રાજ્યમાં પરિસ્થિતિ પર વાતચીત કરી હોવાનું સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
શનિવારે રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ ના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.
આપેલા શુક્રવારના રોજ મણિપુર ત્રીપુરા અને સિક્કિમના મુખ્યમંત્રી સાથે તેઓ એ વાત કરી હતી. મહામારી ની સ્થિતિ અંગે અને તેમને સૂચના આપવા છેલ્લા થોડા દિવસથી વિવિધ.
રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો ના ઉપરાજ્યપાલ સાથે વાત કરી રહ્યા છે. જેને લઇને દેશમાં ગમે ત્યારે લોકડાઉન લાડવા ની જાહેરાત થાય તેવી અટકળો શરૂ થઇ ગઇ છે.
આ દરમિયાન વાયરસ ની ચેન તોડવા માટે વધુ બે રાજ્યોએ લોકડાઉન વધાર્યું છે. ઉત્તર પ્રદેશમાં 10 મે એ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. જે વધારીને હવે 17 મે સુધી કરી દીધું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ નવનીત સહગલે આ મામલે જાહેરાત કરી હતી અને બીજી તરફ દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 મે સુધી કડક પ્રતિબંધ સાથે લોકડાઉન જાહેર કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment