દીકરો દીકરી એક સમાન! માત્ર 23 વર્ષની ઉંમરે ખેડૂતની દીકરી સમગ્ર ગુજરાતમાં PI ની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવી – દીકરીને ખુબ ખુબ અભિનંદન

આજના યુગમાં દીકરો અને દીકરી ને બન્નેને સમાન મહત્વ આપવામાં આવે છે. આજે દીકરો અને દીકરી બંને સમાન ગણવામાં આવે છે. કારણ કે આજના યુગમાં જે કાર્ય દીકરો કરી શકે છે. તે કાર્ય દીકરી પણ કરી શકે છે, ત્યારે અમુક એવા કિસ્સા સામે આવતા હોય છે, કે જેમાં દીકરીઓ પોતાનાં માતા-પિતાનું નામ રોશન કરે છે. અને સમાજનુ ગૌરવ વધારે છે.

ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક ખેડૂતની પુત્રી ને પોતાની મહેનતની સફળતા પ્રાપ્ત થઇ છે , ત્યારે સમગ્ર ગુજરાતમાં આ દીકરીએ તેના પરિવારનું નામ રોશન કર્યું છે. અને સમાજમાં ગૌરવ વધાર્યું છે. ત્યારે કહીએ તો આ દીકરી ની પરીક્ષા પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરતી હતી.

ત્યારે તેને તેની મહેનતનું ફળ હાંસલ થતાં ખૂબ જ ખુશીની લહેર જોવા મળી હતી. વિસ્તૃતમાં વાત કરીએ તો આ દીકરી વિરમગામના ધુમાડા ગામની એક ખેડૂત ની દીકરી છે. જેણે આ સિદ્ધિઓ હાંસલ કરી શકાય. એક ખેડૂત ની પુત્રી માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરી લીધી છે. જ્યારે આ પુત્રીએ પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા પાસ કરી ત્યારબાદ તેના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ અને ગામના લોકોએ પણ તેના વખાણ કર્યા અને વાહ વાહ પણ કરી.

એટલું જ નહીં પરંતુ દેવ્યાની બા બારડ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી ને મહિલાઓમાં આગવું સ્થાન મેળવ્યું છે. અને એક ઇતિહાસ રચ્યો છે. ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે હતી. ત્યારબાદ તેમણે ધોરણ બારમાં ૮૮ ટકા લાવીને બીકોમ સાથે અમદાવાદની સ્નાતક પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારે બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ આ દીકરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ મેળવવા નું ચાલુ કર્યું હતું.

ત્યારબાદ જ્યારે તેનું ગ્રેજ્યુએટ પૂર્ણ થયું ત્યારે તેણે એક જુનિયર કારકુન ની પરીક્ષા સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત પણ કરી હતી. ત્યારે કહીએ તો તેનો પરિશ્રમ તેને ખૂબ જ ઊંચા શિખરે પહોંચાડે છે, અને આ દીકરીના મહેનતનું ફળ સારું નીવડ્યું. ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા મહિલા શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરીને સમાજમાં તેનું ગૌરવ વધારી શકાય આવી.

એક દીકરી નહીં પરંતુ ગુજરાતમાં એવી ઘણી દીકરીઓ છે કે જે કંઈક કરવા માટે તનતોડ મહેનત કરીને સમાજમાં એક આગવું નામ બનાવે છે. અને સાથે-સાથે માતા-પિતાનું નામ પણ રોશન કરે છે. ત્યારે આ દીકરીની સફળતા બદલ સમગ્ર વિસ્તારની તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજની લાગણીને શુભેચ્છા સાથે ગૌરવ અનુભવી રહ્યા છે.

જેની વાત કરીએ તો આ દીકરી ની સફળતા પાછળનું કારણ તેના માતા-પિતા જ હોઈ શકે છે, કારણકે એ લોકો રાત-દિવસ મહેનત કરીને તેમની દીકરા કે દીકરી ના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે, ત્યારે જો આવી રીતે દીકરો કે દીકરી ભણીને આવી સફળતા હાંસલ કરે ત્યારે માતા-પિતા ના ચહેરા પર કંઈક અલગ જ સ્મિત દેખાઈ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*