દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ ઝડપથી અને ચિંતાજનક હદે વધી રહી છે. કોરોના કારણે વધી રહેલા કેસોના કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. કોરોના નવા કેસ ના આંકડા એ જુના કેસોના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશમાં રોજના એવરેજ એક લાખથી વધારે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.
દેશના ચાર રાજ્યોમાં એક દિવસમાં સૌથી વધારે કોરોના કેસો આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોરોના મહામારી ને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
તેઓએ કોંગ્રેસ શાસિત પ્રદેશ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરીને પ્રધાનમંત્રી સમક્ષ ત્રણ માંગ મૂકી છે. સોનિયા ગાંધીએ પહેલી માંગ માં કહ્યુ છે.
કે રાજ્યો પાસે ત્રણ થી પાંચ દિવસ સુધી ચાલે તેટલો વેક્સિન સ્ટોક બચ્યો છે એટલે તાકીદે વેક્સિન નો સ્ટોક સપ્લાય કરવામાં આવે.
બીજી માંગ તેઓએ કરી છે કે કોરોના સાથે જોડાયેલા તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જીએસટી માંથી મુક્તિ આપવામાં આવે. તેઓએ ત્રીજી માંગ એ કરી છે કે.
મહામારી થી પ્રભાવિત ગરીબ લોકોને 600 રૂપિયા આપવામાં આવે અને શહેરોથી ગામડામાં પોતાના વતન જઈ રહેલા લોકોને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment