ગુજરાતમાં દિવસેને દિવસે હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જામનગર શહેરમાં લગભગ બે દિવસ પહેલા એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક કાર ચાલકે મહિલા સહિત ત્રણ લોકોને અડફેટેમાં લીધા હતા. આ અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં મહિલાને ડોક્ટરે બ્રેઈનડેડ જાહેર કરી હતી. આ ઘટના બનતા જ મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને કાર ચાલકને ઝડપી પાડવા માટે એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલી મહિલાનું નામ તૃષાબેન હતું. તૃષાબેન એકટીવા લઈને ટ્યુશનમાંથી બાળકને લેવા જતા હતા. ત્યારે રસ્તામાં પુરપાડ ઝડપે આવી રહેલા કાર ચાલકે તેમની એકટીવા ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તૃષાબેન પાંચ થી છ ફૂટ ઉછળીને દૂર જઈને પડ્યા હતા. આ ઘટનામાં તૃષાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો દ્વારા તેમને સારવાર માટે સૌપ્રથમ જી. જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે તેમને બ્રેઈનડેડે જાહેર કર્યા હતા.
તેમના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઈ ગયું હતું. તૃષા બહેનના મૃત્યુના કારણે પાંચ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે. દીકરો ટ્યુશનમાં માતાની રાહ જોતો રહ્યો અને રસ્તામાં માતાનો મૃત્યુ થયું.
હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને કારચાલકની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર સુભાષ બ્રિજ પાસે GJ 10 BR 4561 નંબરની કારે તૃષાબેનની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. પોલીસે કારચાલક સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment