હાલમાં બનેલી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક દીકરાએ પોતાની સગી માતાનો જીવ લઈ લીધો છે. દીકરાએ સાવ નાની એવી બાબતમાં પોતાની માતાનો જીવ લઈ લીધો છે. આ ઘટના રવિવારના રોજ બની હતી. દીકરાને કુહાડી વડે પોતાની માતા ઉપર પ્રહાર કર્યા હતા. જેના કારણે માતા ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે માતાનું મૃત્યુ થયું હતું.
સોમવારના રોજ સવારે એટલે કે આજરોજ સવારે પરિવારના લોકોએ આરોપી દીકરા વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આ કાળજુ કંપાવી દેનારી ઘટના જયપુરથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો મૃત્યુ પામેલી માતાનું નામ શીલાદેવી હતું અને તેની ઉંમર 60 વર્ષની હતી. રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યાની આસપાસ 27 વર્ષે મુકેશ યાદવ નામનો વ્યક્તિ પોતાના ઘરની બહાર પોતાની માતા ઉપર કુહાડી વડે પ્રહાર કરે છે.
ગુસ્સામાં ભરાયેલો દીકરો માતાના હાથ માથા અને ગળા ઉપર અનેક વખત કુહાડી વડે પ્રહાર કરે છે. આ ઘટના બની ત્યારે આરોપીની પત્ની ઘરની અંદર હતી. સાસુનો અવાજ સાંભળીને તે દોડીને બહાર આવી અને આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો આરોપી મુકેશ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત થયેલી શીલાદેવીને જોઈને લોકો ગભરાઈ ગયા હતા.
તેથી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત થયેલી શીલાદેવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે હોસ્પિટલમાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલી મહિલાના પતિનું મૃત્યુ દોઢ વર્ષ પહેલા થયું હતું. શીલા દેવીને ત્રણ દીકરાઓ છે.
સૌથી મોટો દીકરો ખુશીરામ કોટમાં રહે છે અને ખેતી કરે છે. જ્યારે બીજા નંબર નો દીકરો મુકેશ ટ્રેક્ટર ચલાવવાની સાથે ખેતી કામ પણ કરતો હતો. સૌથી નાનો દીકરો રાકેશ એલ્યુમિનિયમ નું કામ કરે છે. રાકેશના લગ્ન 13 મહિના પહેલા જ થયા હતા. લગભગ ત્રણ ચાર દિવસ પહેલા ભાઈઓ વચ્ચે પૈસાની લેવડ દેવડને લઈને ઝઘડો થઈ ગયો હતો. શીલાદેવીએ તેના પતિના મૃત્યુ પહેલા વેચી દીધી હતી અને તેના રૂપિયા મુકેશ પાસે હતા. ત્રણેય ભાઈ વચ્ચે પૈસા વેચવા માટે માતાએ મુકેશ પાસે પૈસા માગ્યા હતા.
આ બાબતમાં મુકેશ અને તેની માતા વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. રવિવારના રોજ સાંજના સમયે આ બાબત પર ફરી વખત ઝઘડો થયો હતો અને વિવાદ એટલો વધી ગયો કે મુકેશ ઘરની બહાર કુહાડી વડે પોતાની માતા ઉપર પ્રહાર કરે છે. જેના કારણે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને રસ્તા ઉપર પડી ગઈ હતી. પોતાની માતા ઉપર પ્રહાર કરીને મુકેશ પોતાનો મોબાઇલ ઘટના સ્થળે ફેંકીને ભાગી ગયો હતો.
ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલી માતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને મોડી રાત્રે માતાનું સારવા દરમિયાન મોત થયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આરોપી મુકેશ ની શોધ કોણે શરૂ કરી છે. મુકેશે પોતાની માતાના ગળા, માથા, હાથ અને શરીરના કેટલાક ભાગ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. જ્યારે મૂકેશે પોતાની માતાના હાથ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યો ત્યારે માતાની આંગળીઓ તેના શરીરથી અલગ પડી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment