આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ આમ આદમી પાર્ટીના રોજગારી ગેરંટી યાત્રા દરમિયાન એક જનસભામાં જનતાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટીના સિદ્ધાંત અને વિચારધારા બે વ્યક્તિઓ પર આધારિત છે. એક છે બાબાસાહેબ આંબેડકર અને બીજા છે શહીદ ભગતસિંહ. એમના વિચારો અને સિદ્ધાંતોથી આ પાર્ટી શરૂ થઈ છે. એમના વિચારોથી આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે.
આપણા બંધારણમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે, કઈ રીતે સામાન્ય માણસને, પછાત વર્ગના લોકોને, ગરીબોને કઈ રીતે તેમના બંધારણના મૂળભૂત અધિકારો આપવામાં આવે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે, હું યુવા નથી તો જ્યાં અન્યાય થાય છે જ્યાં ખોટું થાય છે જ્યાં કોઈના હકનો રોટલો કોઈ બીજા છીનવી રહ્યા છે ત્યાં હું મક્કમ અવાજે બોલું છું અને લોકો માટે અવાજ ઉઠાવી રહ્યો છું.
યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે, બે સરકારી પરીક્ષા પાસ કરી પછી મને અરવલ્લીમાં બિન હથિયારી તરીકે નોકરી મળી પણ અમુક કારણોસર મેં તે નોકરી સ્વીકારી ન હતી. પણ ત્યારબાદ બીજી નોકરીઓ માટે પ્રિલીમ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ત્યારે પછી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા ત્યારે જે જોયું કે સિસ્ટમ ચાલતી હતી અને તે સિસ્ટમમાં જે ભૂલો હતી એ સિસ્ટમોની ભૂલોને દૂર કરવી ખૂબ જ જરૂરી હતી. કારણકે મેં જે અનુભવ્યું છે કે લોકોના હકનો રોટલો પૈસાના જોરે, રાજકીય જોડે બીજાને આપી દેવામાં આવતો હતો.
વધુમાં યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું કે, હું અત્યારે આખા ગુજરાતના ગામે ગામ મુલાકાત લઇ રહ્યો છું. તો આવી જ રીતે એક ગામની મુલાકાત દરમિયાન એક પિતાજી સાથે મારી વાત થઈ અને એમણે મને જણાવ્યું હતું કે, એમનો દીકરો સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગાંધીનગરમાં રહે છે અને તૈયારી કરે છે. તેઓ પોતે મજૂરી કરીને જીવનનું ગુજરાત ચલાવે છે અને તેમના બાળકોને પૈસા મોકલવા માટે તેમની પત્નીના ઘરેણા પણ ગીરવી મૂક્યા હતા.
પણ આ વર્ષે પરીક્ષા ના થઈ તેથી બાળકને નોકરી ન લાગી તો ઘરેણા પણ જતા રહ્યા. જ્યોત જોતા માં ચાર વર્ષ નીકળી ગયા ક્યારેક પરીક્ષા આવે છે તો ક્યારેક પરીક્ષા કેન્સલ થઈ જાય છે. પરીક્ષા લેવાય તો પેપર લીક થઈ જાય છે. પરીક્ષામાં ગેર રીતો થાય છે. તો મેં એમને વાયદો આપ્યો કે, આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો પરીક્ષાઓ પણ થશે અને યુવાનોને નોકરી પણ મળશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment