પલંગ પર સુતેલી 16 વર્ષની દીકરી સાથે કાંઈક એવી દર્દનાક ઘટના બની કે… દીકરીનું રિબાઈ રિબાઈને કરુણ મોત…

Published on: 12:25 pm, Sun, 22 October 23

દેશના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ઘરમાં સૂતેલી એક છોકરી સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર દિકરી ઘરમાં પલંગ પર સુતી હતી.

ત્યારે એક ઝેરીલા સાપે દીકરીને ડંખ માર્યો હતો. પછી પરિવારના સભ્યો દીકરીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો ન થતા તેનું મોત થઈ ગયું હતું. આ દુઃખદ ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલી દીકરીનું નામ રિયા કુમારી હતું અને તેની ઉંમર માત્ર 16 વર્ષની હતી. રિયા કુમારી ઘરના એક પલંગ પર શોધી હતી. ત્યારે એક ઝેરીલો સાપ પલંગ પર ચડ્યો હતો અને રિયાને ડંખ માર્યો હતો. રિયાને ખબર પડી કે તેને સાપ કરડ્યો છે એટલે તેને બુમાબુમ કરી હતી.

પછી પરિવારના સભ્યો તરત જ રિયા પાસે દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. શરૂઆતમાં તો ડોક્ટરે જ્યારે હોસ્પિટલમાં દીકરીની સારવાર શરૂ કરી ત્યારે તેની હાલત સામાન્ય લાગતી હતી. પરંતુ બે કલાકની સારવાર બાદ અચાનક જ હોસ્પિટલમાં દીકરીનું મોત થઈ ગયું હતું.

દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે જરૂરી પૂછપરછ કરીને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પલંગ પર સુતેલી 16 વર્ષની દીકરી સાથે કાંઈક એવી દર્દનાક ઘટના બની કે… દીકરીનું રિબાઈ રિબાઈને કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*