સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ વાયરલ થતા હોય છે. દરેક માતા-પિતા માટે ચેતવણી બનેલું એક કિસ્સો વડોદરાથી સામે આવી રહ્યો છે. જેમાં 12 વર્ષની બાળકીના પેટમાંથી કંઈક એવી વસ્તુ નીકળી કે ડોક્ટરો પણ ગોથા ખાઈ ગયા હતા. તો ચાલો બાળકીના પેટમાંથી શું નીકળ્યું હતું તેના પર વિગતવાર વાત કરીએ.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, વડોદરાની સયાજી હોસ્પિટલમાં શહેરના કિશનવાડી વિસ્તારના એક પરિવારની 12 વર્ષની બાળકીને દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી હતી અને તેના પેટમાંથી એવી વસ્તુ કાઢવામાં આવી કે ત્યાં હાજર બધા લોકો ચોકી ઉઠ્યા હતા.
મિત્રો સર્જરી દરમિયાન 12 વર્ષની બાળકીની હોજરીમાંથી વાળના ગુચ્છાની પથ્થર જેવી સખત ગાંઠ કાઢવામાં આવી હતી. બાળકીના પેટમાંથી આ ગાંઠ કાઢવામાં ડોક્ટરને પણ પરસેવો વળી ગયો હતો. સર્જરી વિભાગ દ્વારા તેના વડા ડોક્ટર દિલીપ ચોક્સીના માર્ગદર્શન હેઠળ વરસો દરમિયાન આ પ્રકારની વિવિધ સર્જરીઓ કરી જરૂરીયાતમંદ દર્દીઓને રાહત આપવામાં આવે છે.
બાળકીની સર્જરી કરનાર ડોક્ટરોનું અનુમાન છે કે, આ બાળકી લાંબા સમયથી વાળ ખાતી હોવી જોઈએ. કારણકે તેના લીધે બંધાયેલી 80 સે.મીની ગાંઠ આખી હોજરીમાં ફેલાઈને આંતરડા સુધી પહોંચી ગઈ હતી. કુટુંબીએ જણાવ્યું કે બાળકી ચોક અને માટી ખાય છે, પણ વાળ ખાય છે એવી તેમને ખબર ન હતી.
આ ગાંઠના કારણે બાળકીની હોજરીમાંથી ખોરાક આગળ વધતો ન હતો અને બાળકીને સતત ઉલટી થતી હતી. તેથી પરિવારના લોકો બાળક એને સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ખબર પડી કે બાળકીની હોજરીમાં વાળની ગાંઠ છે.
ત્યારબાદ બાળકીની સર્જરી કરવામાં આવી હતી અને તેની હોજરીમાંથી વાળની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. મિત્રો આ કિસ્સો દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ છે. ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે બાળકો નાના હોય ત્યારે તેમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહિતર આ પ્રકારનો શિકાર તમારા બાળકો પણ બની શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment