હાલમાં સમગ્ર દેશભરમાં સારો એવો વરસાદે માહોલ જામ્યો છે. આવા વરસાદી માહોલમાં શનિ રવિનો દિવસ આવે એટલે લોકો કુદરતના ખોળે આનંદ માણવા જતા હોય છે. ખાસ કરીને લોનાવાલા જેવી જગ્યા ઉપર લોકો મોટી સંખ્યામાં પિકનિક માટે જતા હોય છે. આવામાં ઘણી વખત અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે.
ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લોનાવાલા ગયેલા પાંચ મિત્રોમાંથી બે મિત્રોનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. જેમાં એકનું નામ પ્રિયાંક પાનચંદ વોરા હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી. જ્યારે બીજા યુવકનું નામ વિજય સુભાષ યાદવ હતું અને તેની ઉંમર 34 વર્ષની હતી.
શનિવારના રોજ રજા હોવાના કારણે પાંચ મિત્રો ભાડાનું વાહન લઈને લોનાવાલા ફરવા માટે નીકળ્યા હતા. તેમને માઉન્ટ વિલામાં બંગલો બુક કરાવ્યો હતો. શનિવારના રોજ બપોરના 12:30 વાગ્યાની આસપાસ પાંચે મિત્રો ત્યાં પહોંચ્યા હતા. પછી તેમને આરામ કર્યો હતો અને પછી ભોજન લીધું હતું.
ત્યારે સાંજના સમયે 6:30 વાગ્યાની આસપાસ પ્રિયાંક, વિજય અને અન્ય એક મિત્ર બહાર આંટા મારવા નીકળ્યા હતા. અડધો કલાક થઈ ગયો છતાં પણ તેઓ પાછા આવ્યા નહીં એટલે અભિજીત નામનો યુવક તેમને શોધવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન અભિજીતે મન શક્તિ કેન્દ્ર નજીક ખાણ ખાતે પાણીમાં પ્રિયાંક, વિજય અને અન્ય એક મિત્રને ડૂબતા જોયા હતા.
ત્યારબાદ તેને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને કરી હતી. પછી ત્રણેયને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ખાનગી વાહનમાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટર ધીરજે પ્રિયંક અને વિજય નામના યુવકને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક યુવકની સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
પોલીસે આ ઘટનાને લઈને એવો અંદાજ લગાવ્યો છે કે, ખાણ ખાતે એક મિત્ર પાણીથી ભરેલા ખાણમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે પ્રિયંક અને વિજય પાણીમાં જમ્પ લગાવ્યો હતો, પરંતુ તે બંને પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment