સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. અમુક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે સાંભળીને આપણે પણ રડી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક દુઃખદ ઘટના સામે આવી રહે છે. આ ઘટનામાં રાત્રે માતા સાથે પલંગ પર સુઈ રહેલા બે સગા ભાઈઓ સાથે કંઈક એવું બન્યું કે સાંભળીને રૂવાડા બેઠા થઈ જશે.
જાણવા મળી રહ્યું છે કે બંને ભાઈ ઊંઘમાં સુતા હતા, ત્યારે એક ઝેરીલા છાપે બંનેને ડંખ માર્યો હતો. આ કારણોસર બંને ભાઈઓનું કરુણ મોત થયું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા ભાઈનું નામ કેયન અને અવિન છે. કેયન એમની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી અને અવિનની ઉંમર છ વર્ષની હતી.
ઘટનામાં સાપ કરડીયા બાદ કેયનનું થોડીક વાર બાદ મોત થઈ ગયું હતું. જ્યારે અવીનનું સારવાર દરમિયાન મોત થયું હતું. એક જ સાથે પરિવારના બે દીકરાઓનું મોત થતા આખું ગામ હિબકે ચડ્યું હતું. ત્યારબાદ સાપ પકડવા વાળા માણસને બોલાવીને સાપને પકડી લેવામાં આવ્યો હતો. આ ઘટના હરિયાણાના કુરુક્ષેત્રમાં આજરોજ બની હતી.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, બંને ભાઈઓ રાત્રે ભોજન કર્યા બાદ પોતાની માતા સાથે સૂઈ ગયા હતા. ત્યારે રાત્રે 12:00 વાગ્યાની આસપાસ નાના ભાઈએ તેની માતાને કાન પાસે દુખાવો થાય છે તેવું કીધું હતું. જ્યારે માતાએ પોતાના દીકરાનો કાન જોયો ત્યારે દીકરાનો કાન લીલો પડવા લાગ્યો હતો.
ત્યારે મોટા દીકરાએ પણ માતાને દુખાવો થાય છે તેવું કીધું હતું. પછી બંને ભાઈઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે બંને ભાઈઓને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે નાના ભાઈને મૃત જાહેર કર્યો હતો.
જ્યારે મોટાભાઈને દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલુ હતી પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત થઈ ગયું હતું. ત્યારબાદ જાણવા મળ્યું કે બંને ભાઈઓને ઝેરી સાથે ડંખ માર્યો હોય છે. બંને દીકરાઓનું એક સાથે જ મોત થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. પછી બંને ભાઈઓના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment