સમગ્ર ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આવા વરસાદી માહોલમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ પણ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં ખંભાળિયામાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં ગઈકાલે સાંજના સમયે ખંભાળિયામાં ગુર્જર સુથાર જ્ઞાતિના અગ્રણીના દીકરાનું વીજશોક લાગવાના કારણે મોત થયું છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ખંભાળિયામાં આવેલી મહાપ્રભુજીની બેઠક પાસેના શ્રીજી સાનિધ્ય ખાતે રહેતા અને અહીંના લાલજીભાઈ સવજીભાઈ વઘાડીયાના નાના દીકરા ભરતભાઈને ગઈકાલે સાંજના સમયે વીજશોક લાગ્યો હતો.
આ કારણોસર ભરતભાઈનું મોત થઈ ગયું હતું. ગઈકાલે ભરતભાઈ સાંજના સમયે તેમની જ્ઞાતિની વાડીમાં એક કામગીરી કરી રહ્યા હતા અને અહીંથી લોખંડની એક ફોલ્ડિંગ સીટ બેઠક તેઓ એક અગાસીમાં મૂકવા માટે ગયા હતા. આ ઘરની અગાસીમાં તેઓ જ્યારે લોખંડની સીટ મૂકી રહ્યા હતા.
આ દરમિયાન ભરતભાઈ નજીકની પસાર થતા ઈલેક્ટ્રીકના હાઈટેન્શન વાયરને અડી ગયા હતા. જેના કારણે ભરતભાઈને જોરદાર કરંટ લાગ્યો હતો. આ ઘટના બનતા જ મારે દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ ભરતભાઈ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અહીં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ભરતભાઈ ની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ભરતભાઈ ના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને તેમના સમાજના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ગુર્જર સુતાર યુવાનનું અકાળે અવસાન થતાં ગુર્જર સુતાર જ્ઞાતિ સાથે સમગ્ર શહેરમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment