ગુજરાત રાજ્યમાં હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે વરસાદના કારણે અનેક અકસ્માતની ઘટનાઓ પણ સર્જાતી હોય છે. ત્યારે વરસાદના કારણે બનેલી એક અકસ્માતની ઘટના પાટણમાંથી સામે આવી રહી છે. પાટણના સીમામાં કરંટ લાગવાના કારણે એક ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે.
મળતી માહિતી અનુસાર તરેરા ગામમાં ચાલુ મોટરને અડવાના કારણે ત્રણ વર્ષના બાળકને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ બાળકનું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલા ત્રણ વર્ષના બાળકનું નામ સાહિલ હતું. ત્રણ વર્ષના માસુમ દીકરાનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, સીમ તાલુકાના તારોરા ગામના જોયતાજી ધારસિંહજી ઠાકોરની સંતાનમાં બે દીકરાઓ છે. તેમને આ બે દીકરાઓ પહેલા એક મોટી દીકરી પણ હતી. જે દીકરી 10 વર્ષની થાય ત્યારે બીમારીના કારણે તેનું મોત થઈ ગયું હતું.
ત્યાર પછી બે દીકરાઓ હતા જેમાં એકની ઉંમર 5 વર્ષની છે અને બીજાની ઉંમર 3 વર્ષની છે. વિગતવાર વાત કરે તો સોમવારના રોજ સવારના સમયે જોયતાજી ઠાકોર મજૂરી કામ પર ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની પણ ઘરની બહાર ગઈ હતી. ત્યારે ત્રણ વર્ષનો સાહિલ પોતાના દાદી સાથે રમતો હતો. મળતી માહિતી અનુસાર જોયતાજીનું મકાન ગામથી ઊંચા ટેકરા પર હોવાના કારણે ગામ પંચાયતનું પાણી પૂરતું આવતું ન હોતું.
જેના કારણે મોટર દ્વારા તેઓ પાઇપલાઇન માંથી પાણી લે છે. સોમવારના રોજ દાદીએ પાણી ભરવા માટે મોટર ચાલુ કરી હતી. મોટર ચાલુ કરીને દાદી પાણી ભરેલું વાસણ અંદર મુકવા માટે ગયા હતા. આ દરમિયાન સાહિલ રમતા રમતા ચાલુ મોટરને અડી ગયો હતો. જેના કારણે સાહિલને જોરદાર કરંટ લાગ્યો હતો.
આ ઘટના બન્યા બાદ દાદીમા બૂમબૂમ કરીને આસપાસના લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment