વિદેશની ધરતી પર વધુ એક ભારતીય યુવકનું મોત..! ઓસ્ટ્રેલિયામાં અભ્યાસની સાથે ફૂડ ડીલેવરીનું કામ કરતા યુવક સાથે કંઈક એવું બન્યું કે…

છેલ્લા ઘણા સમયથી વિદેશની ધરતી પર વસતા ભારતીયોની મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. વિદેશમાં ઘણી વખત ભારતીય યુવકો અથવા તો યુવતીઓનો જીવ લઈ લેવામાં આવે છે અથવા તો અકસ્માતમાં મોત થતા હોય છે. ત્યારે હાલમાં ઓસ્ટ્રેલિયામાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે.

આ ઘટનામાં ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા ગયેલા ભારતીય યુવકનું અકસ્માતમાં મોત થયું છે. માત્ર 22 વર્ષના જુવાનજોધ દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. દીકરો ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતો હતો અને સાથે ફૂડ ડીલેવરીનું પણ કામ કરતો હતો.

મૃત્યુ પામેલા યુવકનું નામ અક્ષય દીપકભાઈ દોલતાની હતું. અક્ષય મુંબઈ નો વતની હતો. અક્ષય ઓસ્ટ્રેલિયાની મેગવેરી યુનિવર્સિટીમાં કોમર્સમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે શિષ્યવૃત્તિ મેળવી હતી. તે ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયામાં આવ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગયા અઠવાડિયામાં અક્ષય ફૂડ ડીલેવરી કરવા માટે જઈ રહ્યું હતું.

ત્યારે તેની બાઈક અને એક કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર અક્ષયનું મોત થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર ઓસ્ટ્રેલિયામાં રહેતો અક્ષય પોતાનો ખર્ચો ઉઠાવવા માટે અઠવાડિયામાં ત્રણ વખત Uber Eats ડીલીવરી રાઇડર તરીકે કામ કરતો હતો. ત્યારે ગત અઠવાડિયે તે ફૂડ ડીલેવરી કરવા જતો હતો.

ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં અક્ષય સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બનતા જ અક્ષયના મિત્ર મંડળ અને તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*